ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૨૮ ઓગસ્ટે સવારે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિવન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. તેમજ બપોરે ૧૨ વાગે ભુજથી 4700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનાં ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૨૮ ઓગસ્ટે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિવન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી સવારે ૧૧-૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી મોદી બપોરે ૧૨ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને ગાંધીનગર પરત આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સાંજે ૫ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીનાં ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને સાંજે ૬-૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.
મોદી આજે ભુજથી 4700 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત-પ્રકલ્પોનું લોકોર્પણ કરશે
By
Posted on