Business

વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’ યોજાઈ

સુરત: કેન્દ્રીય સ્કીલ ડેવલપમેન્ટ, એન્ટરપ્રિન્યોરશીપ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી વિભાગના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’માં ઉપસ્થિત રહી ‘ન્યૂ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટિકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર યુવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ૧૯ યુવા સ્ટાર્ટઅપ સાહસિકોને સર્ટિફિકેટ અને પુસ્તક આપી સન્માનિત કરી તેમના આવિષ્કારો વિશે જાણકારી મેળવી હતી. મંત્રીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના મારફતે ‘ન્યૂ & ડિજિટલ ઈન્ડિયા’માં છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલા બદલાવ અને આગામી સમયમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રહેલી ઉજ્જવળ તકો અંગે જાણકારી આપી હતી.

ઈન્ડિયા: ટિકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર યુવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ યુવાનો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, ભારત યુવાધનના કારણે વિશ્વમાં ફાસ્ટેસ્ટ અને હાઈએસ્ટ સ્ટાર્ટઅપ્સ શરૂ કરનાર દેશ બન્યો છે. પોતાની વિશિષ્ટ ક્ષમતાના કારણે વડાપ્રધાનના ‘ન્યૂ ઈન્ડિયા’ના સંકલ્પમાં વિદ્યાર્થીઓ મોટા પાયે સ્ટેક હોલ્ડર બન્યા છે. તેમણે આગામી ૧૦ વર્ષને ‘ઇન્ડિયાઝ ટેકેડ’ નામ આપ્યું છે, કારણ કે આ સમયગાળામાં જ સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ સ્ટાર્ટઅપ શરૂ થવાના છે. દેશની આઝાદીનાં ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે આપણે આગામી ૨૫ વર્ષને નવા વિચાર, સંશોધન અને ટેક્નોલોજીના માધ્યમે ભારત વર્ષને ‘અમૃત વર્ષ’ બનાવવાનું છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

આગામી ૧૦ વર્ષને ‘ઇન્ડિયાઝ ટેકેડ’ નામ આપ્યું
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને કારણે હાલમાં પારદર્શક રીતે ૧૦૦ ટકા યોજનાકીય સહાયનાં નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચે છે. ટેક્નોલોજીના માધ્યમે ટેક્સ અને GST કલેક્શન પારદર્શક બન્યું છે અને દેશની આવકમાં ધરખમ વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટ, 5-જીના ક્ષેત્રમાં ભારત વિશ્વભરમાં અગ્રેસર બની રહ્યું છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓના પ્લાન્ટ દ્વારા મોબાઈલ અને કાર મેન્યુફેક્ચરિંગ સહિતની ઘણી પ્રોડક્ટ્સની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે.

ડિફેન્સમાં ઊડીને આંખે વળગે તેવો વિકાસ થયો છે
મંત્રીએ સુરતના વિકાસ અને ઉજ્જવળ તકો અંગે જણાવતાં કહ્યું કે, S એટલે સુરત અને S એટલે સ્ટાર્ટઅપ, D એટલે ડાયમંડ અને D એટલે ડિજિટલ, T એટલે ટેક્સટાઈલ અને T એટલે ટેક્નોલોજીમાં પણ સુરત અને સુરતી યુવાનો મોખરે છે, તેમજ પ્રધાનમંત્રીના ‘ઇન્ડિયાઝ ટેકેડ’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા સક્ષમ છે, તેમજ ઉચ્ચ શિક્ષણ મારફતે જોબ & એન્ટરપ્રિન્યોરશીપમાં વધારો, ડિઝાઇન અને ટેક્નોલોજીને એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. દેશમાં સેમી કન્ડક્ટરના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સ્પેસ, ડ્રોન ટેક્નોલોજી અને ડિજિટલ ગવર્નન્સ & ડિજિટલ ઈકોનોમી, ડિફેન્સમાં ઊડીને આંખે વળગે તેવો વિકાસ થયો છે તેમ સ્પષ્ટપણે જણાવી ‘સારે જહાં સે અચ્છા ડિજિટલ ઈન્ડિયા હમારા’ સૂત્ર આપ્યું હતું.

સાહસિકોને નવા વિચાર, પ્રમોશન અને ફન્ડિંગ માટે સંપૂર્ણ પ્રયાસ
આ પ્રસંગે રાજ્યના ઉચ્ચત્તર શિક્ષણ વિભાગના કમિશનર નાગરાજને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ પોલિસી અંતર્ગત યુવા અને સાહસિકોને નવા વિચાર, પ્રમોશન અને ફન્ડિંગ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, અને આ અંગે યુનિવર્સિટી સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. ભારત વર્ષ-૨૦૪૭ સુધીમાં અગાઉની જેમ ‘સોને કી ચીડિયા’ તરીકે વિશ્વમાં પોતાનું સ્થાન ફરી પ્રાપ્ત કરશે તેવી વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા, ઈ.રજિસ્ટ્રાર રમેશદાન ગઢવી, જી.ટી.યુ. આઈ-હબના સી.ઈ.ઓ. હિરન્મય મહન્તા, અધ્યાપકો, યુવા સાહસિક અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top