Vadodara

શર્મ કરો…મહિલાઓ પણ ઢોર પાર્ટી પાસેથી ઢોર છોડાવી ગઇ

વડોદરા : શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યાઓ વિકટ બનતી જાય છે હાઇકોર્ટની ટકોર બાદ પણ પાલિકા દ્વારા રખડતા ઢોરતો રખડતા જોવા મળી રહ્યા છે. રખડતા ઢોરની અડફેટે પાલિકાની ઢોર પાર્ટી એ ઢોર પકડે છે પરંતુ શર્મ આવે રીતે મહિલાઓ પણ ઢોર પાર્ટી પાસેથી ઢોર છોડાવીને લઇ જાય છે. પાલિકાને શર્મ આવે તેવી ઘટના ગઈકાલે રાત્રે શહેરમાં બની હતી. વડોદરા બાપોદ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર ગઇકાલે દાતરડું અને ડંડા લઇને આવેલી મહિલાઓએ ઘર્ષણ કર્યું હતું અને પાલિકાના કર્મચારીઓેએ પકડેલી ઢોરને છોડાવી ગયા હતા. આ ઘટનામાં પાલિકાના પદાધિકારીઓને શર્મ આવે કે ના આવે પણ આ શર્મ જનક ઘટના છે હવે જોવું રહ્યું કે પાલિકાના પદાધિકારીઓ આ મહિલાઓ પર શું એક્શન લેશે.

વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલા  ક્રિશ્ના નગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા  હુમલો કરી ગાય છોડાવી ગયા હતા. રખડતા ઢોર છોડવા માટે પશુપાલક મહિલાઓ દ્વારા  દાતરડા અને લાકડી સાથે ઘસી આવી હતી અને આ ચાર અજાણી પશુપાલક મહિલાઓ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેન લઈને બાપોદ પોલીસ દ્વારા  ગુનો નોંધ્યો હતો. સોશિયલ મીડિયામાં ગયો છોડવા વિડીયો વાયરલ થયો હતો અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા પોલીસ દ્વારા પણ હવે વિડીયો પુરાવા સામે આવતા પોલીસ સાંજ સુધીમાં આરોપીઓને જેલ ભેગા કરશે તો નવાઈ પામશો નહી.

દબાણ શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ગઈકાલે રખડતા ઢોર પકડવા અંગેની આજવારોડ કૃષ્ણનગર ખાતે કામગીરી કરી રહ્યા હતા. તે સમયે ઢોર પાર્ટીના માણસોએ રસ્તા પર રખડતી ગાયને પકડી હતી. તે સમયે જ પશુ પાલક મહિલાઓ દ્વારા હાથમાં દાતરડા અને લાકડી સાથે ઘસી આવ્યા હતા. અને  તેમની સાથે રહેલા અન્ય લોકોએ પણ પોલીસ કર્મી સાથે ઝઘડો કર્યો હતો. અપશબ્દોનોમારો ચલ્વ્યો હતો.  સરકારી કામગીરીમાં રોકાવટ કરી ગાય છોડાવી ગયા હતા. ફરિયાદના આધારે બાપોદ પોલીસે ચાર અજાણી મહિલાઓ વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડ કરવાના તજવીજ હાથ ધરી હતી. હવે કોર્પોરેશન દ્વારા બનાવ સ્થળે થયેલી ઝપાઝપીના વિડીયો પુરાવા બાપોદ પીઆઇને સોંપવામાં આવ્યા છે. જેના આધારે હુમલાખોરોની ઓળખ થતા સાંજ સુધીમાં આરોપીઓની અટકાયત કરવામાં આવશે તેવા  અહેવાલ સામે આવી રહ્યા છે. છે.

Most Popular

To Top