નડિયાદ: ખેડા તાલુકામાં જોવા મળી રહી છે. જિલ્લામાં માફકસરનો વરસાદ હોવા છતાં રાજ્યના અન્ય ભાગમાં વરસાદી તારાજીના કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, તેમાંય ડેમનું પાણી છોડાતા નદી છલકાઈ છે અને ખેડા તાલુકાના 4 ગામોમાં તેના પાણી ફરી વળતા ચારેય ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે અન્ય 3 ગામોમાં પણ તેની અસર વર્તાઈ છે.ખેડા તાલુકાના નાની કલોલી અને મોટી કલોલી, પથાપુરા, રસિકપુરા નજીકથી પસાર થતી સાબરમતીના પાણી આ ગામોમાં ઘુસી ગયા છે. જેના કારણે ગામના સીમાડા અને રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ગુરૂવારે વહેલી સવારથી પાણીનું લેવલ વધતાં ચારેય ગામની સીમમાં આ નદીનાં પાણી ફરી વળ્યાં છે. જેના કારણે તંત્ર દોડતુ થઈ ગયુ છે. તેમજ સાવચેતના ભાગરૂપે ગામોને એલર્ટ કરી દેવાયા છે. બીજીતરફ રઢુ, રફીકપુરા અને ધરોડા ગામના સીમાડા વિસ્તારના ખેતરોમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે.
સાબરમતી નદીમાં ભરપૂર માત્રામાં પાણી આવતાં અહીં ખેતરો બેટમાં ફેરવાયાં છે. આશરે 2 હજાર વિઘા જમીનમાં નદીના પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં 3થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ પ્રશાસન તરફથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ધારાસભ્ય કેસરીસિંહ સાથે ગામડાઓમાં નિરીક્ષણ માટે ઉતરી પડ્યો છે. અધિકારીઓએ તલાટી તથા સરપંચને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે મામલતદાર અગરસિંહ ચૌહાણ, ટીડીઓ વિમલ ગઢવી અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન નિચાણવાળા વિસ્તારમા વસતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાવી દીધી છે.