આણંદ : આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરેલી પ્રતિમાની લે – વેચ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યો છે. આ જાહેરનામાના પગલે ગણેશ ગણેશ મંડળો મુંઝવણમાં મુકાઇ ગયાં છે. કારણ કે કેટલાક યુવક મંડળે તો ગણેશજીની પ્રતિમાનું બુકીંગ કરાવી દીધું છે. આણંદ જિલ્લામાં 31મી ઓગષ્ટથી 9મી સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ તમામ મૂર્તિને પ્રચલિત રીત – રિવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.
સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી આવી પ્રતિમાંથી પાણીજન્ય જીવો નાશ પામે છે અને કેમિકલયુક્ત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે. આથી, પ્લાસ્ટર ઓફ પેરિસ તથા કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરતા ઉદ્દભવતી પર્યાવરણીય સમસ્યાઓને મુર્તિના ઉત્પાદનની પ્રક્રિયાના તબક્કે જ અટકાવી જરૂરી હોઇ તેમજ મૂર્તિઓનું વિસર્જન કરવા સંબંધી પર્યાવરણ તથા પાણીજન્ય રોગોને કોઇ નુકશાન ન થાય તે માટે પોઓપી તથા કેમિકલયુક્ત રંગોથી બનાવેલી મૂર્તિઓ પાણીમાં વિસર્જિત ન કરવા તેમજ મૂર્તિના ઉત્પાદકો મૂર્તિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે ત્યારથી જ તેઓને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ અટકાવી શકાય તે હેતુસર આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.વાય. દક્ષિણીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અંતર્ગત આણંદ જિલ્લામાં મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુનો, ધાર્મિક રીતે પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવા, ભઠ્ઠીમાં સેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરવા, મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવો, મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જે ઉપયોગ કરવો, જયારે ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલયુકત રંગોથી મૂર્તિને કલર ન કરવા, મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુને બાંધ નડશે નહીં, મૂર્તિકારો જે જગ્યાકએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યાવની આજુબાજુમાં ગંદકી કરવી, મૂર્તિકારો મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી જવી ખરીદવા તથા વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ઉપયોગથી પર્યાવરણનું જતન-રક્ષણની સાથે અનેક વિવિધ લાભો રહેલા છે
આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ઠેર-ઠેર ગણેશ ભકતો દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિની સ્થાપના ઉમંગ – ઉલ્લાસ -ભકિતભાવથી કરવામાં આવશે. આ ગણેશ મહોત્સવ દરમિયાન વિધ્નહર્તા ગણેશજીની પીઓપીની મૂર્તિની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરીને પર્યાવરણનું રક્ષણ-જતન કરવામાં આપણું યોગદાન આપવું જોઈએ. પીઓપીની મૂર્તિ બનાવવામાં રાસાયણિક રંગોનો ઉપયોગ થતો હોવાથી ગણેશ મહોત્સવ પૂર્ણ થતાં જયારે આપણે ગણેશજીનું વિસર્જન પાણીમાં કરીએ છીએ ત્યારે તેમાં રહેલા કેમીકલના કારણે પાણી પ્રદૂષિત થતું હોય છે. આ પાણી પ્રદૂષિત થવાના કારણે પાણીની ગુણવત્તા ઓછી થવા પામે છે, તો આવા પાણી પીવાથી માનવ શરીરને નુકશાન તો કરે છે પણ સાથોસાથ આવા પાણીથી ઉગતા શાકભાજી અને અનાજ ખાવાથી માનવ આરોગ્ય માટે પણ જોખમી સાબિત થાય છે. આ ઉપરાંત પાણીમાં રહેલ પાણીજન્ય જીવ-જંતુઓના આરોગ્ય અને જીવને પણ જોખમ ઉભું કરે છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં કાચા અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોઇ તેનાથી પાણી દૂષિત નથી થતું, અને પાણી દૂષિત ન થવાના કારણે પર્યાવરણની રક્ષા થાય છે અને તેનાથી કોઇ બિમારી ફેલાવાનો ભય રહેતો નથી.