Gujarat

રાજ્યમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં યલો અને 8 ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગે વધુ પાંચ દિવસ દિવસની આગાહી કરી છે. આ વર્ષે રાજ્યમાં સીઝનનો 100 ટકા વરસાદ (Rain) ખાબકી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 ઓગસ્ટે પાટણ (Patan), સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. તેમજ રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે રાજ્યના ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લમાં 155.36 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે જ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણા 8 ઈંચ વરસાદ નોંધાયો છે.

8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયા
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયા ખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાના નદી, તળાવ અને ડેમો ઓવર ફ્લો થઈ ગયા છે. ઉપરવાસ વરસાદના કારણે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. મહિસાગર અને ભાદર નદી બંને કાંઠે વહેતી થઈ હોવાથી મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ બનાસકાંઠાના દાંતીવાડા ડેમનું જશ સ્તર 80 ટકાને પાર થતા બ્લુ સિગ્નલ આપવામાં આવ્યું છે. 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ ભરાયો છે. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટે પહોંચી છે. ડેમમાં અત્યારે 21 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.

Most Popular

To Top