Entertainment

વેલકમ-હેરાફેરી જેવી ફિલ્મોના પીઢ નિર્માતા અબ્દુલ ગફાર નડિયાદવાલાનું 91 વર્ષની વયે નિધન

મુંબઈ: પીઢ ફિલ્મ-નિર્માતા અબ્દુલ ગફાર નડિયાદવાલાનું સોમવારે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન (Death) થયું હતું, એમ તેમના પુત્ર અને નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ જણાવ્યું હતું. તેઓ 91 વર્ષના હતા. અબ્દુલ ગફાર નડિયાદવાલાનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Hospital) સવારે 1.40 વાગ્યે નિધન થયું હતું.

ફિરોઝ નડિયાદવાલાએ એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, ”મારા પિતા અબ્દુલ ગફ્ફાર નડિયાદવાલાનું 91 વર્ષની વયે આજે 22 ઓગસ્ટ 2022ના રોજ સવારે 1.40 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.” અબ્દુલ ગફાર નડિયાદવાલા 1965ની ફિલ્મ ‘મહાભારત’ અને 2000ના દાયકામાં ‘હેરાફેરી અને ‘વેલકમ’ જેવી હિટ કોમેડીઝ સહિત 50થી વધુ હિન્દી ફિલ્મોને બેકિંગ આપવા માટે જાણીતા હતા. તેમણે 1953માં તેમની ફિલ્મ પ્રોડક્શન અને મીડિયા એન્ટરટેઈનમેન્ટ કંપની શરૂ કરી હતી.

‘બુલબુલ-એ-પાકિસ્તાન’ નય્યારા નૂર સુપુર્દે ખાક
કરાચી: નય્યારા નૂર, આઇકોનિક પાકિસ્તાની ગાયિકા જેણે પોતાના મંત્રમુગ્ધ અવાજથી ‘બુલબુલ-એ-પાકિસ્તાન’નું માનનીય બિરુદ મેળવ્યું હતું. પ્રસિદ્ધ ગાયિકાએ સરહદની બંને બાજુએ સંગીતના ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં તેમના પ્રશંસકોની હાજરીમાં અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારતમાં જન્મેલી નૂરનું 71 વર્ષની વયે રવિવારે દક્ષિણ પાકિસ્તાની શહેરમાં કેન્સર સામેની લાંબી લડાઈ બાદ અવસાન થયું હતું. તેણીના પરિવારમાં તેના પતિ અને બે પુત્રો છે.
રવિવારે ડીએચએની ઈમામબારગાહ યાસરબ ખાતે નૂરની જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણીને આઠમા તબક્કાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. ધ ન્યૂઝ અખબારે સોમવારે અહેવાલ આપ્યો હતો કે, મોટી સંખ્યામાં જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ, પત્રકારો અને સંગીત પ્રેમીઓએ નૂરના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

Most Popular

To Top