SURAT

VIDEO: ભભૂકતી આગ વચ્ચે સુરતના ફાયરના જવાનો કેમિકલના ડ્રમ પાસે દોડી ગયા અને..

સુરત: (Surat) સુરતમાં ઉધના મેઈન રોડ ખાતે ગુરુદ્વારાની ગલીમાં આવેલા કેમિકલના (Chemical) ગોડાઉનમાં (Godown) આજે સવારે આગ (Fire) લાગી હતી. ગોડાઉનમાં હાયડ્રો કેમિકલ સહીત અન્ય જલદ કેમિકલ હોવાને લીધે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા જુદા જુદા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને આગ પર 15 મિનીટના ઓછા સમયમાં કાબુ મેળવી લીધો હતો.

  • ઉધના મેઈન રોડ પર આવેલા ગુરુદ્વારાની ગલીમાં આગ
  • ગણેશ એમ. કંપની નામના કેમિકલ ગોડાઉનમાં આગ લાગી
  • જલદ કેમિકલ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા આસપાસના લોકો ગભરાયા
  • ફાયરના કાફલાએ ઘટના સ્થળે ધસી જઈ આગ પર કાબુ મેળવ્યો
  • આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના મેઈન રોડ ખાતે આવેલા ગુરુદ્વારાની ગલીમાં શ્રી ગણેશ એમ.કંપની નામનો કેમિલનો ગોડાઉન છે. આજે સવારે ગોડાઉનમાં આગ લાગી હતી. આગનો કોલ મળતા જ મજુરા, માનદરવાજા, ભેસ્તાન અને ડિંડોલી ફાયર સ્ટેશનથી 10 ગાડીઓ ભરીને ફાયર બ્રિગેડના કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર કર્મચારીઓની સમયસૂચતાના લીધે કેમિકલ ગોડાઉનમાં મુકેલા હાઈડ્રો કેમિકલના ડબ્બામાં આગ લાગતા બચી ગઈ હતી. આગ લાગતા કારીગરો પણ કેમિકલના ડબ્બા લઈ બહાર દોડી ગયા હતા, તેથી આગ વધુ પ્રસરી નહોતી. મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.

ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગોડાઉનમાં હાયડ્રો કેમિક્લના 8થી 10 ડબ્બા હતા તે સિવાય બ્લિચિંગ,સિટ્રિક એસિડ,બોરિક એસિડ સહિતના કેમીકલ પણ હતા. આગના કારણે ગોડાઉનમાં ઘુમાડો વધારે ભરાઈ ગયો હતો જેથી મળતા ફાયર ફાયટરો ફાયર પીપીઈ કીટ પહેરીને અંદર ગયા હતા અને મહામુશ્કેલીથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સદ્દનસીબે હાયડ્રો કેમિક્લના ડબ્બામાં આગ લાગી નહોતી. હાઈડ્રો કેમિકલના બે ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. ફાયરના કર્મચારીઓએ તરત જ દોડી જઈ રેતી અને માટી નાંખીને તે ડબ્બાઓ પર લાગેલી આગ ઓલવી નાંખી હતી. જો હાઈડ્રો કેમિકલના ડબ્બાની આગ વધુ પ્રસરે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. માત્ર પંદર મિનિટમાં જ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો.

Most Popular

To Top