બજારે છેલ્લા કેટલાક સપ્તાહથી તેજીનો વક્કર જાળવી રાખ્યો છે અને હાયર લેવલો પર ઉપસતા સપ્લાયો સામે મજબૂત મક્કમતા બતાવી છે. ટૂંકા પુલબેકમાં પ્રોફીટ બુકીંગ સર્જાય છે પરંતુ તે લોઅર લેવલો પર ઉભી થતી માંગમાં શોષાઇ જાય છે. અલબત્ત, આપણે નોંધ લેવી જ જોઇએ કે પરિણામોની સીઝન ચાલી રહી છે અને જે પ્રવાહો ઉપસી રહ્યા છે તે મિશ્ર પ્રકારના છે. નિફટીને અવરોધ નડયો લાગે છે પરંતુ બેંક નિફટીએ તેજીનો ઝંડો ફરકતો રાખ્યો છે.
મેટલ્સ, સિમેન્ટ, ઓટો અને બેંકોના શેરોએ સરસ ગતિ બતાવી છે અને આ સેકટરોમાં દેખાયેલો એકધારો અપટ્રેન્ડ બજારને છેલ્લા બે સપ્તાહથી તેજીની ગતિ જાળવી રાખવામાં મદદ કરે છે. સેકટરલ ટ્રેન્ડસ આ સપ્તાહના અંતે મિશ્ર રહ્યા છે જે સૂચવે છે કે આપણે એકઝોશન રેઝની નજીક છીએ જે સંકેત આપે છે કે આ સપ્તાહમાં બજારની ગતિ ધીમી પડી શકે છે અને કદાચ પુલબેક જોવામાં આવે જેનો ઉપયોગ ખરીદી માટે કરી શકાય.
ડેઇલી ચાર્ટસ પર આપણે નોંધી શકીએ છીએ કે એક બેરીશ એન્ગલ્ફીંગ સેટઅપ સર્જાયું છે જે સૂચવે છે કે મંદીવાળાઓ ચોક્કસપણે 18000ના લેવલની આસપાસ કાબૂ જમાવવા પ્રયાસ કરે છે અને આથી તેઓ ઉપર જવાના કોઇ પણ પ્રયાસને અવરોધી રહ્યા છે. હાલમાં બજારની ઉપર તરફ જવાની અક્ષમતા વધુ તીવ્ર બનતી જાય છે આથી નિફટીમાં 17400 નજીકના પુલબેકમાં ખરીદી કરવી એ શ્રેષ્ઠ છે. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ રહ્યું છે, ઘટાડે ખરીદી કરવી એ શ્રેષ્ઠ છે.
ગયા સપ્તાહે લખ્યું હતું તેમ નિફટી 17900-18000ના આસપાસ અવરોધનો સામનો કરે છે. વીતેલા સપ્તાહમાં દેખાયેલું રિએકશન સપોર્ટસની કસોટી કરી રહેલું જણાય છે અને અહીં દેખાયેલ ગતિ સૂચવે છે કે તે તૂટવાની શકયતા ઘણી છે. ત્યાંથી જો ફોલ થાય તો વધુ મોટો ઘટાડો 17400 સુધી થઇ શકે છે જયાં સપોર્ટસનો આગામી સેટ પડેલો છે. ઓપ્શન ડેટા સૂચવે છે કે મેકસ પેઇન 17800 પર છે અને સપ્તાહની શરૂઆતમાં નિફટી ફરી એક વાર ઉત્સાહ બતાવવાનો પ્રયાસ કરશે.
જો કે રૂપિયાની નબળાઇ ફરી એક વાર તેજીનું વલણ ચાલુ રહેવા સામે શંકા જન્માવે છે. આથી આપણે આગામી બે સપ્તાહમાં મિશ્ર અભિગમ રાખવાની જરૂર છે અને શેરલક્ષી અભિગમ અપનાવવાની જરૂર છે. પ્રવાહોમાં ચંચળતા વધુ રહેવાની શકયતા છે અને સ્ટેડફાસ્ટ અપટ્રેન્ડની તકો શકય જણાતી નથી. નિફટી અને બેંક નિફટી ત્રિભેટે ઉભેલા છે. અલબત્ત, બજાર જયાં સુધી અગત્યના ટેકાઓ તોડે નહીં ત્યાં સુધી વર્તમાન પ્રવાહની સાથે રહેવું તે જ શ્રેષ્ઠ છે.
ટાટાકોમ: સીએમપી ૧૧૨૩.૦૦
આમાં કિંમતોમાં સ્ટેડી સપોર્ટ દેખાયો છે જે સંકેત આપે છે કે ટ્રેન્ડ્સ સ્પષ્ટપણે ઉપર તરફ આગળ વધી રહ્યા છે. ગયા સપ્તાહના અંતભાગે એક લોંગ બોડી કેન્ડલ પેટર્ન રચાઇ છે જે સંકેત આપે છે કે છેલ્લા કેટલાક મહિનામાં બુલીશનેસ આમાં સર્જાઇ છે. મોમેન્ટમમાં બદલાવ સ્પષ્ટપણે જોઇ શકાય છે ત્યારે આમાં ૧૧૫૦ના વધારા માટે ૧૦૯પની નીચે સ્ટોપ રાખીને ૧૧૨૫ની ઉપર અને ૧૧૦પ નજીકના ઘટાડે ખરીદી કરવાનું વિચારી શકાય.
કોન્કોર: સીએમપી ૬૮૩.૪૫
આ શેરમાં સતત વેચવાલીનું દબાણ દેખાય છે અને એક લાર્જ બોડી સેલિંગ કેન્ડલ સંકેત આપે છે કે શુક્રવારે આમાં તીવ્ર વેચવાલી નિકળી હતી. ટોપ તરફ એકધારા વધારા પછી હવે આમાં આરએસઆઇ થાકી ગયેલ જણાય છે અને તે નીચે તરફ આગળ વધે છે જે દર્શાવે છે કે આ શેરમાં ટ્રેન્ડ્સ નીચેની તરફ શીફ્ટ થઇ રહ્યા છે. આમાં ૬૬૦ નજીકના ડ્રોપ માટે ૭૦પની ઉપર સ્ટોપ રાખીને ૬૮૦ની નીચે અને ૬૯પ નજીકની રેલીએ વેચવાનું વિચારો.