વડોદરા: શ્રાવણ માસ પૂર્ણતાને આરે છે.ત્યારે વડોદરા શહેરના પરમહંસ આર્ટના યુવા કલાકાર કિશન શાહની અનોખી શિવભક્તિ શ્રાવણ માસમાં બોલપેનનો ઉપયોગ કરી શિવજીના પંચાક્ષર મંત્ર ૐ નમઃ શિવાયનો વિશેષ ઉપયોગ કરી 10 જેટલાં પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. શિવજીની આરાધના કરવા માટેના મહાપર્વ શ્રાવણ માસમાં શહેરનાં પરમહંસ આર્ટના યુવા કલાકાર કિશન શાહની અનોખી શિવભક્તિ જોવા મળી.કલાકાર ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવતા હોવાથી વિશેષ રૂપે મહાશિવરાત્રી અને શ્રાવણ માસના મહાપર્વે કિશન શાહ તેમનાં પેઇન્ટિંગ્સમાં મહાદેવ,રામ,ક્રિષ્ન, હનુમાન,ગણેશ, સૂર્યદેવતા અને દેવીનાં વિવિધ સ્વરૂપોનેનાં તંત્ર-મંત્ર-યંત્રનો વિશેષ સમન્વય કરી તેનું મહાત્મ્ય સમજીને પ્રાધાન્ય તાંત્રિક પેઇન્ટિંગ્સ બનાવે છે.
કલાકાર પોતાની કલા દ્વારા અનોખી શિવ ભક્તિ કરી છે.તેમણે મહાદેવના વિવિધ સ્વરૂપો દશૉવતી બોલપેન નો વિશેષ ઉપયોગ કરી પેઇન્ટિંગ્સ બનાવી છે.જે બનાવતા પંદર દિવસ જેટલો સમય લાગ્યો છે.તંત્રમાં આવતાં વિવિધ મંત્રો અને શિવજીના તમામ પ્રતીકો હેન્ડમેળ પેપર પર દશૉવ્યા છે.કલાકાર કહેછે તેઓ આધ્યાત્મિક પેઇન્ટિંગ્સ વધુ બનાવે છે.દર પવિત્ર શ્રાવણ માસમાં મારી કળા થકી શિવજીની ભકિત કરું છું.એક કલાકાર માટે તેની કળા જ ધર્મ અને ભક્તિ હોય છે. દર વર્ષે હું વિવિધ પેઇન્ટિંગ્સ કાંઈક અલગ અંદાજમાં બનાવવાનો પ્રયત્ન કરું છું.જેવાંકે બિલીપત્રો પર શિવજીની તાંત્રિક પેઇન્ટિંગ્સ કોફીનો ઉપયોગ દ્વારા પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે.
આ વર્ષે મેં તમામ પેઇન્ટિંગ્સમાં માત્ર બોલપેનનો ઉપયોગ કર્યો છે.સામાન્ય રીતે બોલપેન નો ઉપયોગ લખવા માટે થાય છે.દરેક લોકો રામ નામ લખીને ભગવાન શ્રી રામ ની ભકિત કરેછે પરંતુ મેં શિવજીના પંચાક્ષર મંત્ર ૐ નમઃ શિવાય લખી તેમાંથી મહાદેવ નું પોર્ટ્રેટ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે.વિવિધ સ્વરૂપનાં શિવજી તેમનાં પ્રતિકો જેવાંકે શિવ તાંડવ,ધ્યાન કેન્દ્રિત કરેલ શિવ, તેમનાં વાહન નંદી સાથે તેમનાં ચિત્રો સાથે તેમનાં મંત્ર પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.ક્યારેક યંત્રના ચોક્કસ આકારમાં દેવી દેવતાઓ ની દિવ્ય છબી પણ તેઓ પીંછીથી ઉપસાવે છે.તેમની આ ચિત્રકળા તંત્રકળા કે તાંત્રિક ચિત્રકળા તરીકે ઓળખાય છે.સાથે સાથે કલાકારે ૐ નમઃ શિવાયમંત્રનો અર્થ અને તેનાં જાપથી ફાયદાઓ જણાવ્યાં છે.ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે.
નમ: શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે.વેદો- પુરાણો ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે.તેમાં સૌથી મહાનમંત્ર નમઃશિવાય ગણાય છે. આથી આને મહામંત્ર પણ કહેવામાં આવે છે.આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે.ઓમ નમઃશિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે શિવજીને નમસ્કાર કરું છું.આ મહાદેવનો મહામંત્ર છે સર્વમંત્રોનું બીજ પણ છે.આ મૂળમંત્ર છે.કોઈપણ જાતિ-જ્ઞાતિનાં માણસો માટેનો આ રામબાણ મંત્ર છે.આ મંત્ર આત્માને પરમાત્મા સાથે મેળવવાનું સૂચક છે.આ મંત્રજાપ મંત્રથી શિવજી પ્રસન્ન થાય છે.રૂદ્રાક્ષની માળાથી 108 વાર આ મંત્રજાપથી શિવજીની પૂજા થાય છે.આ મંત્ર પાંચ મહાભૂતો પૃથ્વી-જપ- અગ્નિ-વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે.