વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી ગાનાતી હોસ્પીટલમાં રાજ્ય તથા રાજ્ય બહારથી લોકો સારવાર કરવા માટે આવતા હોય છે. ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા એસ.એસ.જી હોસ્પીટલના ઈમરજન્સી વિભાગના ગેટ પાસે કેટલાક ઈસમો અગમ્ય કારણો સર મારામારી કરતા નજરે પડ્યા હતા પરિણામે ત્યાં આવેલા દર્દીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. લોકો પોતાનો જીવ બચવા આમતેમ ભાગતા નજરે પડ્યા હતા. આવી મારામારી એસ.એસ.જીના તાત્કાલિક વિભાગમાં થતી હોય તો સિક્યુરીટી સામે પણ અનેક સવાલો ઉભા થતા જોવા મળે છે. આટલી મોટી સિક્યુરી હોવા છતાં પણ આટલી લોહિયાળ મારામારી એસ.એસ.જી હોસ્પીટલમાં થઇ તે પણ એક મોટો પ્રશ્ન લોક મુખે ચર્ચાય રહ્યો છે.
વડોદરાની એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ બહાર લોહિયાળ જંગ ખેલાયો હોવાના દ્રશ્યો આજ રોજ જોવા મળ્યા હતા. જેમાં કેટલાક ઈસમો દ્વારા મારામારી કરતા નજરે પડ્યા હતા. જેમાં એક વ્યક્તિના કપડા ફાટી ગયા છે. તો અન્યના કપડા પર લોહી લાગેલું જોવા મળ્યું હત. તો ઝપાઝપી દરમિયાન એસએસજી હોસ્પિટલનો સિક્યુરીટી સ્ટાફ તમામને દુર કરવાના પ્રયાસો કરી રહ્યો છે. હાલ આ મામલે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
વડોદરાની એસએસજી હોસ્પિટલ બહાર આજે લોકોને અચરજમાં પમાડે તેવા દ્રશ્યો સર્જાયા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલ બહાર આજે સાંજના સમયે તાત્કાલિક સારવાર વિભાગના ગેટ પાસે ત્રણ જેટલા શખ્સો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે, ત્રણ પૈકી એકનું શર્ટ ફાટી ગયું છે. જ્યારે અન્ય બે ના કપડાં પર લોહી જોવા મળી રહ્યું છે. આવી સ્થિતીમાં પણ તમામ વચ્ચે ઝપાઝપી ચાલી રહી છે.
વધુમાં વિડીયોમાં જોઇ શકાય છે કે, તમામને અટકાવવા માટે એસએસજી હોસ્પિટલનો સિક્યોરીટી સ્ટાફ કામે લાગ્યો છે. અને કોઇક રીતે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવારના ગેટ પાસે થઇ રહી છે. હવે આ ઘટના કેમ થઇ અને આ પાછળનું કારણ શું તે તો પોલીસ વિભાગ દ્વારા તપાસના અંતે જ સામે આવશે. અત્રે ઉલ્લેખનયીય છે કે, એસએસજી હોસ્પિટલના વિભાગમાં તાત્કાલિક સારવારમાં ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને લાવવામાં આવે છે. તેના ગેટ પાસે આ પ્રકારનું વર્તન કોઇના જીવને જોખમ ઉભુ કરી શકે તેમ છે. હવે આ મામલે આગળ શું સત્ય સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.