Vadodara

તંત્રને જગાડવા થાંભલા પર જાહેર સુચનાના બેનર લાગ્યા

વડોદરા: ગોત્રી વિસ્તારની નંદાલય હવેલી પાસે આવેલા ઢોરવાડા નજીક અકસ્માતમાં યુવાનના મોતની સાહી હજી સુકાઈ નથી ત્યારે આજ રોજ ખટબાં ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક રખડતા ઢોરને બચાવવા છકડા ચાલકે બ્રેક મારતા પલટી ખાઈ ગયો હતો દુર્ઘટનામાં મહિલા પેસેન્જરનું કરુણ મોત નીપજ્યું હતું. વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે રખડતી ગાયની અડફેટે આવતાં એક ઘરના મોભીનું કરૂણ મોતને ભેટ્યો નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા બીજા દિવસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોત્રી વિસ્તારમાં નંદાલય હવેલી પાસે આવેલ ઢોરવાડાની ગાયોનો કબજે કરવામાં આવી હતી. એટલું જ નહીં આ તમામ ઢોરવાડાને સીલ મારીને નોટીસ પણ લગાવવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીના પગલે પશુપાલકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

ગત રોજ સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહેલા 48 વર્ષીય બાઈક ચાલકનું ગાયની અડફેટે આવતાં મોત નિપજ્યુ હતું. તેવું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને પગલે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે મેયર કેયુર રોકડિયાના આદેશથી પાલિકાની ઢોર પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત ગાયોને કબજે કરવામાં આવી હતી. આજે વડોદરામાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ ટીમને સાથે રાખીને ગોત્રી વિસ્તારમાં આવેલી નંદાલય હવેલી પાસે આવેલા ઢોરવાડા સીલ મારી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રહેતાં તમામ પશુપાલકોના ઢોરવાડામાંથી ગાયોને પકડીને ઢોરવાડામાં મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની કાળજી લેવાઈ હતી.

જેથી પોલીસની ઉપસ્થિતિમાં આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પશુપાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. પશુપલકો દ્વારા પણ જણાવ્યું હતું કે આ ઇસમનું મોત રખડતા ઢોરને કારણે થયું નથી તે કોઈ વાહન જોડે અકસ્માતથી મોત નીપજ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા જયારે પશુઓને પકડને પાંજરે પુરવા લઇ જતા હતા ત્યારે વિસ્તારની કેટલીક મહિલા પશુપાલકો દ્વારા પોતાની ગાયોને લઈ જતી રોકવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા.

કેટલીક મહિલાઓ અને યુવાનો પાલિકાના વાહનનોની આગળ આવી ગયા હતા. પરંતુ આ તમામ વિરોધ વચ્ચે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા જે પ્રકારને પશુપાલકોના ઘરમાંથી ગાયો છોડાવીને લઈ જવામાં આવી છે તેને લઈને રોષની લાગણી વ્યાપી છે. એટલું જ નહીં પતરા મારીને ઢોરવાડાને સીલ કરવામાં આવ્યા હતા. આ સાથે પાલિકા દ્વારા નોટિસ પણ લગાવવામાં આવી હતી. જેનો વિરોધ વિસ્તારનાં કેટલાક પશુ પલકો દ્વારા કરવામાં આવ્યો હતો.

વિસેરાનો રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે : એસીપી
મૃતકએ ઘરનો એકમાત્ર મોભી હતો અને તેના પરિવારમાં પત્ની અને પુત્રી છે.તેની પત્ની ઘરકામ કરી તે લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા અને પુત્રી અભ્યાસ કરે છે.ઘરના મોભીના આકસ્મિક બનાવ પછી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડયો છે.આ બનાવ અંગે પરિવારે કોર્પોરેશનની બેદરકારીનો આક્ષેપ કર્યો છે.ઉલ્લેખનીય છે કે,પરિવારના મુખ્ય વ્યક્તિના મોત પછી તેમના ભરણ પોષણ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા હતા જેને પરિણામે તેમના ઘર ચલાવા માટે અનેક પશ્નો સર્જાશે. આ અંગે તેઓ પોલીસ ફરિયાદ કરી હતી. અને વળતરની માંગણી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે,ગાયના હુમલાની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોધાતા જ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરી હુમલો કરનાર ગાય ઓળખાય તો તેના માલિક સુધી પોલીસ પહોંચી શકે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં એસીપી એસ.એમ.વરોતરિયાએ જણાવ્યું હતું કે આ અકસ્માત ગાય અને કાર બંને વચ્ચે અથડામણમાં આ અકસ્માત થયો હોવાની અમને પ્રાથમિક માહિતી મળી છે. જેમાં 108 ની માહિતી મુજબ ગાય અને કાર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હજુ સુધી અમને કોઈ સીસીટીવી કે નજરે જોનાર મળ્યા નથી. અમારો પોલીસ સ્ટાફ પણ તમામ સીસીટીવી ચેક કરી રહી છે. જયારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માં માથા ભાગે વાગવાથી મોત થયું છે તેવું જાણવા મળ્યું છે. એસ.એસ.જી હોસ્પીટલના સત્તાધીશો દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ જીગ્નેશ રાજપૂત નો વિસેરાનો રીપોર્ટ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

રખડતા ઢોરોનો ત્રાસ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતો જાય છે
શહેર નજીક ખટંબા ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરે હાઇવે પર અચાનક ગાય દોડી આવતા એક છકડો પલટી ખાતા અંદર બેસેલી મહિલાનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે ચાલકને ઇજા થઇ હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ઉપરાંત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરોની સમસ્યા વધતી જાય છે. હાઇવે પર અચાનક દોડી આવતા ઢોરના કારણે અકસ્માતો સર્જાય છે. આવો જ એક અકસ્માત ગઇકાલે વાઘોડિયારોડ પર સર્જાયો હતો.વાઘોડિયા ચોકડીથી એક છકડો વાઘોડિયા ગામ તરફ જતો હતો ત્યારે બપોરે આશરે ત્રણ વાગ્યાની આસપાસ હાઇવે પર અચાનક ગાય દોડી આવતા છકડાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા છકડો પલટી ખાધો હતો અને છકડામાં બેસેલી 50 વર્ષની મહિલાને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વરણામા પોલીસે છકડા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top