SURAT

હૃદયદ્રાવક કિસ્સો: સુરતના વેડરોડ વિસ્તારમાં પુત્રની હત્યા બાદ માતાએ કર્યો આપઘાત

સુરત: (Surat) સુરતના વેડરોડ વિસ્તારમાં કંપાવી તેવો કિસ્સા પ્રકાશમાં આવ્યો હતો. અહીં ઝાંઝમેરા પરિવારમાં પરિણિતાએ તેના દિકરા સાથે મોતને વ્હાલું કર્યું હતું. માતા અને ત્રણ વર્ષનો પુત્ર ગળેફાંસો (Suicide) ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વેડરોડ વિસ્તારનાં પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ઝાંઝમેરા પરિવારમાં (Zhanzhmera Family) આ ઘટના ઘટી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં માતાએ દીકરાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક ધોરણે ઘરકંકાસમાં આપઘાત કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના વેડ રોડ ખાતે આવેલ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે ઝાંઝમેરા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. માતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. જે પ્રકારે મૃતદેહ ઘરમાં જોવા મળ્યા હતા તેના પરથી પ્રાથમિક શંકા સેવાઈ રહી છે કે માતાએ ત્રણ વર્ષના પુત્રને ગળેફાંસો આપી પોતે પણ આપઘાત કરી લીધો હોઈ શકે. હાલ ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં મળતી માહિતી મુજબ માતાએ જ પોતાના જ બાળકની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ કાઢવામાં આવી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ યોગીતાબેનને બે દીકરાઓ છે. જેમાંથી એક દિકરા સાથે તેમણે જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની સૌ પ્રથમ જાણ યોગીતાબેનના ભાઈને થઈ હતી. યોગીતાબેનનો ભાઈ કોઈ કામથી તેમના ઘરે પહોંચ્યો હતો. વારંવાર દરવાજો ખખડાવવા છતાં પણ દરવાજો ખોલવામાં ન આવતા ભાઈને શંકા ગઈ હતી. તેણે ઘરનો દરવાજો તોડી નાંખ્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાની બહેન અને ભાણિયાને લટકતા જોઈને તેના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. અને આ બાબતની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી.

માતા-પુત્રના મૃતદેહ ઉતારી તપાસ શરૂ કરાઈ
મળતી માહિતી મુજબ વેડ રોડ વિસ્તારનાં પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમના પુત્ર દેવાંશ ઝાંઝમેરાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના બાદ યોગીતાબેનના પતિ રાકેશ ઝાંઝમેરાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. પાડોશીઓ તેમજ આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top