વડોદરા : મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત વડોદરા આવેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે રાજ્ય સરકારના વહીવટ ઉપર આકરા પ્રહાર કર્યા હતા સાથે તેમણે કહ્યું હતું કે આવનાર વિધાનસભા 2022 માં ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે. ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ના તૈયારીઓના ભાગરૂપે રણનીતિ ઘડવા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને કોંગ્રેસ હાઇ કમાન્ડો ગુજરાતની જવાબદારી સોંપી હોઇ આજે વડોદરા એરપોર્ટ અશોક ગહેલોત પહોંચ્યા હતા ત્યારે વડોદરા ના સયાજીનગર ગૃહ ખાતે આયોજિત ‘મારુ બૂથ મારું ગૌરવ’ કાર્યક્રમ અંતર્ગત અશોક ગેહલોત ના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સંગઠનના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રભારી પ્રભુજી શેરમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસના આગેવાન અમિત ચાવડા ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ સહિતના ધારાસભ્યોને નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ઘેલો તે બીલ્કેશ બાનુ અને ડ્રગ સેવા મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 15 ઓગસ્ટે બિલકીશ બાનુના આરોપીઓને જેલ મુક્ત કરવાનો શું અર્થ સાથે જ નશામુક્ત ગુજરાતમાં ડ્રગ્સના કારોબારને લઈને તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારનો કાયદો અને વ્યવસ્થા એળે ગઈ છે તેમણે કહ્યું હતું કે 22 વર્ષથી ગુજરાતમાં કુશાસન ચાલી રહ્યું છે આમ ગુજરાત સરકારની મંત્રી મંડળ માં થયેલા ફેરફારને લઈને પણ તેમણે સરકારની ટીકા કરી હતી. મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એ રણનીતિ તૈયાર કરવાનું નક્કી કરી લીધું હોય તેમ અશોક ગેહલોતે પણ રાજ્યમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના નેતાઓ સાથે અલગ અલગ શહેરોમાં પ્રવાસ કરી બેઠકો કરવાના હેતુથી ગુજરાત આવ્યા છે.
ગુજરાતમાં મોટેપાયે ડ્રગ્સ મળે છે : રઘુ શર્મા
કોંગ્રેસ પ્રદેશ અગ્રણી રઘુ શર્માએ મધ્ય ગુજરાતની ઝોનની મિટિંગ દરમિયાન મીડિયા સાથે આપેલા નિવેદનમાં ભાજપ સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા. મધ્યગુજરાતની મિટિંગને સંબોધવા આજે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના અગ્રણી રઘુ શર્માએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાત મોડેલ ખોખલું છે.અહીં મોટા પાયે ડ્રગ્સ મળે છે.દારૂની હોમ ડિલિવરી થાય છે.14-14 વખત પેપર લીક થાય છે.અશોક ગહેલોત કહી ચુક્યા છે કે દારૂ ઘરે જોઈએ તો ગુજરાત માં મળશે. વધુમાં રાજસ્થાનમાં બાળકના મોત મામલે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે.અમે આરોપીને સજા આપીશું.બાળકના પરિવાર સાથે સરકાર છે.
સેવાદળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો વડોદરામાં સ્વયંસેવક દલ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં એક દલિત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવતા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે.ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીનો આજે વડોદરામાં પણ વિરોધ જોવા મળ્યો હતો.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનો આજે વડોદરા ખાતે કાર્યક્રમ યોજાનાર હોઈ જે કાર્યક્રમમાં હાજરી આપવા અશોક ગહેલોત સયાજીનગર ગૃહ ખાતે આવ્યા હતા.જોકે તે પહેલા જ સ્વયંસેવક સેવાદળના કાર્યકર્તાઓ કાર્યક્રમ સ્થળ પાસે પહોંચી ગયા હતા.જ્યાં તેઓએ પોસ્ટરો અને બેનરો સાથે અશોક ગેહલોત વિરુદ્ધ નારા લગાવ્યા હતા.પ્રદર્શન કાર્યોનું આંદોલન આગળ વધે તે પહેલા જ પોલીસ આવી પહોંચી અને ટોળાને સમજાવટ થી વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો.આમ છતાં ટોળા નહીં વિખેરાતા પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને 70 જેટલા મહિલા પુરુષ પ્રદર્શન કર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.