Vadodara

બે દિવસથી પડતા વરસાદી ઝાપટાંથી ઠેરઠેર પાણી ભરાયાં

વડોદરા : શહેરમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સરવરિયા કરતું હતું પરંતુ બે દિવસથી અવિરત પડી રહેલા વરસાદે શહેરમાં ઠંડક પસરાવી દીધી છે. શહેરમાં અવિરત બે દિવસથી વરસાદ છુટા છવાયા ઝાપટા પડવાનું અવિરત ચાલુ છે. પરિણામે શહેરમાં પણ ઠેર ઠેર વરસાદને પગલે પાણી ભરાય જવાના બનાવો સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાં ગઈકાલ સવારથી જ મેઘમહેર થઇ રહી છે. મોડી રાતથી વરસી રહેલા વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ જવાના બનાવો સામે આવ્યા હતા. જેથી પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે. જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી પોકળ સાબિત જોવા મળી રહી છે. તમે શહેરમાં જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોમવાર રાતથી વરસી રહેલો વરસાદ મંગળવારે પણ અવિરત રીતે ચાલુ રહ્યો હતો. બપોર બાદ તો વરસાદે શહેરને નર્કાગાર સ્થતિ જોવા મળી હતી.જેના પગલે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણીના પરિણામે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના રાવપુરા, જ્યુબેલીબાગ, માંડવી રોડ, ચાંપાનેર દરવાજા, સુભાનપુરા, ગાજરવાડી, દાંડીયાબજાર, અલકાપુરી, બહુચરાજી રોડ, સયાજીગંજ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાના બનાવો સામે આવ્યા હતા. પરિણામે ઓફિસેથી ઘરે આવવા પણ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરાયેલા પાણીથી પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી ઉઘાડી પડી હતી. શહેરીજનોએ પાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.

દિવા તળે અધારુ : પાલિકાની વડી કચેરીની ઓફિસમાં પણ ટપકતુ પાણી
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્માર્ટ બનાવવા માટે કમર કસી રહ્યા છે. પરંતુ પાલિકાની વડી કચેરીમાં જ જ્યાં પાલિકાના પદાધિકારીઓ બેસે છે તે વડી કચેરીમાં જ વરસાદી પાણી છતમાંથી ટપકી રહ્યા છે. પરિણામે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા પાલિકા ની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ ના બીજે માળ પર વરસાદી માહોલ વચ્ચે પાણી લીકેજ થઈ રહ્યું છે. સ્માર્ટ સિટી વડોદરા ના સત્તાધીશો ની લાપરવાહી ને લઇ મુખ્ય કચેરી ખાતે બેસતા અધિકારીઓ ની સ્માર્ટનેસ ઉજાગર કરવા રંગ દે બસંતી ઇન્દ્રવદન રાઠોડ દ્વારા પાણી લીકેજ ના વિડિઓ ઉતારવામાં આવ્યા અને પાલિકા તંત્રની પોલ ખોલવામાં આવી હતી.

Most Popular

To Top