SURAT

‘તું મને બહુ ગમે છે’ કહીને મિત્રએ મિત્રની પત્નીને નિવસ્ત્ર થવાનું કહીને ધમકાવી

સુરત : સરથાણામાં એક યુવકે તેના મિત્રની પત્નીને (Wife) નિવસ્ત્ર થવાનું કહીને ધમકાવ્યા (Threatened) બાદ 10 હજાર પડાવી લીધા હતા અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ મહિલાએ તેના પતિને ફરિયાદ કરીને સરથાણા પોલીસમાં (Police) છેડતીની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ પણ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા શ્યામધામ પાસે રિવેરા લક્ઝરીયામાં રહેતા નિકુંજ રમેશભાઇ કાથરોટીયાની મુલાકાત તેના એક મિત્ર નામે હિતેશ (નામ બદલ્યુ છે)ની સાથે થઇ હતી. બંને મિત્રો એકબીજાના ઘરે આવતા હોવાથી નિકુંજની મુલાકાત હિતેશની પત્ની નામે હીના (નામ બદલ્યુ છે)ની સાથે થઇ હતી. થોડા દિવસો પહેલા નિકુંજ હિતેશના ઘરે આવ્યો હતો અને અચાનક જ હીનાને બાથમાં પકડી લઇને કહેવા લાગ્યો કે, ‘તું મને બહુ ગમે છે’. હીનાબેનએ બૂમાબુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને નિકુંજ ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારબાદ હીના અને તેનો પરિવાર નિકુંજ જ્યાં રહે છે તે બિલ્ડીગની નજીક રહેવા આવ્યા હતા. હીનાબેન જ્યારે શાકભાજી ખરીદવા માટે જાય ત્યારે નિકુંજ તેનો પીછો કરીને હેરાન કરતો હતો. બે દિવસ પહેલા હીનાબેન ઘરે એકલા હતા ત્યારે નિકુંજ આવ્યો હતો અને હીનાબેનને ફરીવાર બાથ ભરી લીધી હતી. આ ઉપરાંત નિકુંજે હીનાને એક ફોન આપ્યો હતો અને પોતાને ફોન કરવા માટે જણાવ્યું હતું, ત્યારબાદ આ વાત બધાને કહી દેવાની ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી. ડરના કારણે હીનાબેનએ રૂા.10 હજાર આપ્યા હતા. પરંતુ નિકુંજ હજુ પણ સુધર્યો ન હતો અને તે હીનાબેનને હેરાન કરતો હતો. આખરે હીનાબેનએ તેના પતિ હિતેશભાઇને જાણ કરીને સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી નિકુંજની ધરપકડ કરી હતી.

સ્કૂલ બંધ હોવાનો લાભ ઉઠાવી ચાલકે સાત વર્ષની બાળાની રિક્ષામાં જ છેડતી કરી
સુરત : 15મી ઓગષ્ટ સહિત એક સાથે ત્રણ રજા આવ્યા બાદ લિંબાયતમાં રહેતી 7 વર્ષિય બાળકીને તેના પિતાએ સ્કૂલ શરૂ હોવાનો વહેમ રાખીને સ્કૂલે મોકલાવી હતી, પરંતુ સ્કૂલમાં પતેતીની રજા હોવાથી રિક્ષાચાલક યુવકે ગેરલાભ ઉઠાવીને બાળકીને ઝાડી-ઝાંખરા વિસ્તારમાં લઇ જઇને રિક્ષામાં સાઇડના પડદા નાંખી દઇને રિક્ષામાં જ છેડતી કરી હતી. બાળકીએ ઘરે આવ્યા બાદ માતા-પિતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં રહેતા મધ્યમવર્ગીય પરીવારની 7 વર્ષિય પુત્રી નામે કાજલ (નામ બદલ્યુ છે) લિંબાયતમાં જ આવેલી એક શાળામાં ધો.3માં અભ્યાસ કરે છે. બાળકીને લાવવા-મુકવા માટે તેના પરિવારે લિંબાયત મહાદેવ નગરમાં રહેતો મહેશ વાતુજી ખડગીને રાખ્યો હતો. તા.13, 14 અને 15મી ઓગષ્ટની એક સાથે ત્રણ રજા આવ્યા બાદ તા. 16મી ઓગષ્ટે સ્કૂલ શરૂ હોવાનો વહેમ રાખીને કાજલના પિતાએ રિક્ષાચાલક મહેશને ફોન કરીને કાજલને સ્કૂલે લઇ જવા માટે કહ્યું હતું. રિક્ષાચાલક મહેશ કાજલને સ્કૂલે લઇ ગયો હતો, પરંતુ ત્યાં પતેતીની રજા હોવાથી સ્કૂલ બંધ હતી. આ દરમિયાન મહેશની દાનત બગડી હતી અને તે કાજલને ઘરે લઇ જવાના બદલે લિંબાયતની નીલગીરી સર્કલથી થોડે દૂર ઝાંડી-ઝાંખરા વિસ્તારમાં લઇ ગયો હતો. એકલવાયા વિસ્તારમાં રિક્ષા પાર્ક કરીને રિક્ષાની આજુબાજુના બે પડદા પાડી દીધા બાદ મહેશે કાજલના કપડા કાઢીને છેડતી કરી હતી. આ ઉપરાંત જો કોઇને કહેશે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ગભરાયેલી કાજલે ઘરે આવ્યા બાદ સૌપ્રથમ માતાને જાણ કરી હતી અને રાત્રે પિતાને જાણ કરી હતી. આ મામલે સગા-સંબંધીઓની પાસેથી માહિતી લઇને રિક્ષાચાલક મહેશની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. લિંબાયત પીઆઇ વી.એ. જોગરાણાએ આરોપી મહેશ ખડગીની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top