હાલમાં આપણે છાપામાં વાંચીએ છીએ કે માતા દ્વારા નવજાત બાળકીની હત્યા કરવામાં આવી, માતા દ્વારા બાળકી કચરા પેટી પાસે મૂકવામાં આવી, અને એક માતા બાળકીને કોઈ માણસના ઘર પાસે મુકી આવી આ બધુ વાંચીને ખરેખર ખૂબ જ દુખ થાય છે, કે આવા નીચ અને કરુણા ઉપજાવે તેવા કૃત્યો શા માટે? આપણી ભારતીય સંસ્કૃતિ તો માતૃ દેવો ભવઃ અને પિતૃ દેવો ભવઃ માં માને છે તો માં ની મમતા ક્યાં ગઈ? હા આપણે કદાચ માની લઈએ કે આ માતાઓની ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ હશે, ક્યાંક વિશ્વાસ ઘાત થયો હોય, ક્યાંક કોઈ કારણસર ફસાઇ ગયા હશે અને હવે સત્યનો ભાંડો ફૂટવાનો ડર હશે અથવા તો કોઈ એવી મજબૂરી હશે કે જે તેમને આવુ કામ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હશે.
પરંતુ આજે તો સ્ત્રીઓ શિક્ષિત અને પુરુષસમોવડી છે. દીકરીઓ દીકરા કરતાં વધુ ભણે છે અને બુદ્ધિશાળી હોય છે. અને ‘ બેટી બચાઓ બેટી પઢાઓ’ નું સૂત્ર ક્યાં ગયુ? અને આ નવજાત શિશુની હત્યા કરનાર માતા પણ કોઈની દિકરીજ છે. જો તમારી માતાએ તમને (દિકરીને) ત્યજી દીધી હોત તો? તમે ખુદ એક દીકરી છો તો દીકરીને જન્મ આપવામાં ખોટું શુ છે? આના માટે સમાજે દીકરીઓનું મહત્વ સમજવું પડશે અને સાથે સાથે સમાજેપણ બાળકોના શિક્ષણ અને તંદુરસ્તી માટે મદદરૂપ થાય તેવુ કઈંક કરવુ જોઈએ જેથી આર્થિક કારણો જવાબદાર ન બને.
સુરત – નીરૂબેન શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.