જમ્મુ-કાશ્મીર: જમ્મુના (Jammu) સિદરામાં (Sidra) એક ઘરમાંથી 6 શંકાસ્પદ મૃતદેહો (Dead body) મળ્યા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં એક ઘરમાંથી 6 મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં એક મહિલા, તેની બે પુત્રીઓ અને બે સંબંધીઓનો સમાવેશ થાય છે. આ લોકોનું મોત કેવી રીતે થયું, તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાની ઓળખ શકીના બેગમ છે. તે, તેની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો અને પુત્ર ઝફર સલીમ અને તેના બે સંબંધીઓ નૂર અલ હબીબ અને સજ્જાદ અહેમદ માર્યા ગયેલાઓમાં સામેલ છે.
મળતી માહિતી અનુસાર સિદરા વિસ્તારમાં એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બીજા ઘરમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે અહીં તેમના ઘરે એક પરિવારના છ સભ્યો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને અહીંની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે. તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે તમામ મૃતદેહને કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે
પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબજામાં લઈ સરકારી મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા છે. એટલું જ નહીં પોલીસે તપાસ પણ શરૂ કરી છે. જો કે પોલીસે હજુ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવશે. અને તપાસ આગળ વધશે.
જમ્મુમાં બે કાશ્મીરી પંડિત પર આતંકી હુમલો, એકનું મોત
ગતરોજ જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં ફરી એકવાર કાશ્મીરી પંડિતો(Kashmiti Pandit)ને નિશાન(Target) બનાવવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં(Shopian) મંગળવારે આતંકવાદી(terrorists)ઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર અંધાધૂંધ ગોળીબાર(Firing) કર્યો હતો. ફાયરિંગમાં સુનિલ કુમાર ભટ્ટનું મોત થયું હતું. જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સફરજનના બગીચામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત ભાઈઓ પર ગોળીઓ વરસાવી હતી. કાશ્મીરી પંડિત સુનિલ કુમાર ભટ્ટનું ટાર્ગેટ કિલિંગમાં મૃત્યુ થયું હતું. જ્યારે પક્ષીમ્બર નાથ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.