નર્મદા: (Narmada) સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ઓવરફ્લો થઈ છલકાવવામાં ફક્ત ત્રણ મીટર જ બાકી રહેતા અહીં સુંદર આહ્લાદક દૃશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા 23 દરવાજા ખોલી દેવાયા છે. ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી (Water Level) 135.11 મીટર પર પહોંચી છે.
- ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે
- નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી
- નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે
- ડેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં, લોકોએ ડેમના દરવાજા આગળ સેલ્ફી લીધી
નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. જ્યારે હાલ સપાટી 135.11 મીટર પર પહોંચી છે. ડેમ ઓવરફ્લો થવાને હવે માત્ર 3 મીટર દૂર છે. જેના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતાં આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. હાલ નર્મદા ડેમમાંથી 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે નર્મદા ડેમના રેડિયલ 10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. જો કે ઉપરવાસમાંથી પાણી આવતાં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ સવારે 11 કલાકે 15 દરવાજા ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે બપોરે 2 કલાકે 23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.. આ કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. કાંઠા વિસ્તારના નાંદોદ, તિલકવાળા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારાના લોકોને સાવચેત કરાયા છે.
સહેલાણીઓ ઉમટી પડ્યાં
બીજી તરફ નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી અદભૂત દ્રશ્યો સર્જાયા છે. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં હતાં. લોકો ડેમના દરવાજા આગળ સેલ્ફી લઈ રહ્યાં છે અને વીડિયો પણ લઈ રહ્યાં છે. બીજી તરફ મીની વેકેશન જેવો માહોલ હોવાને કારણે નર્મદા ડેમના દરવાજા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યાં છે. સહેલાણીઓની સંખ્યા વધતા તંત્ર પણ સાવચેતીના પગલા લઈ રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. ડેમ ઓવરફ્લો થવાને હવે માત્ર 3 મીટર બાકી છે. જેથી સહેલાણીઓ ડેમ ઓવરફ્લો થાય તેની પણ રાહ જોઈ રહ્યાં છે.