Gujarat

ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ૧૦૦ ફૂટના ધ્વજદંડ પર વિશાળ તિરંગો લહેરાવાયો

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાનમાં જોડાઇને ગાંધીનગરમાં(Gandhinagar) ચિલ્ડ્રન (Children’s University) યુનિવર્સિટી ખાતે ૧૦૦ ફૂટના ધ્વજદંડ(100 feet flagpole) પર ૩૦X૨૦ નો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ: ઘર, કામકાજના સ્થળે તિરંગો લહેરાવવા આહવાન કર્યુ

પીએમ નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં જનભાગીદારી પ્રેરિત કરવા તા. ૧૩ થી ૧પ ઓગસ્ટ દરમ્યાન દેશવાસીઓને પોતાના ઘર, કામકાજના સ્થળે તિરંગો લહેરાવવા આહવાન કર્યુ છે. પીએમ મોદીની પ્રેરણાથી સ્થપાયેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ આ આહવાનનો પ્રતિસાદ આપતા વિશાળ તિરંગો યુનિવર્સિટીના પટાંગણમાં લહેરાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે.હૈદર પણ સહભાગી થયા હતા.

Most Popular

To Top