વડોદરા: વડોદરા શહેરમાં ગુરુવારથી મેઘ મહેર થઇ રહી છે. મોડી રાતથી વરસી રહેલા વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાય જવાના બનાવો સામે આવ્યા હતા. જેથી પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે. જ્યાં જુવો ત્યાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના હાર્દ સમાં વિસ્તાર ગણાતા ફતેપુરા વિસ્તારમાં નવભારત સ્કુલ પાસે પાણી બે દિવસથી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેથી સ્થાનીકોએ પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરી પોકળ સાબિત જોવા મળી રહી છે.
તમે શહેરમાં જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગુરુવારથી વરસી રહેલો વરસાદ શુક્રવારે પણ અવિરત રીતે ચાલુ રહ્યો હતો. જેના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આપને વાત કરીએ તો શહેરના હાર્દ સમાં વિસ્તાર એટલે ફતેપુરા અને આ વિસ્તારમાં આવેલ નવભારત સ્કુલ પાસે ઘુટણ સમાં પાણી ભરાય જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાં સ્કુલમાં આવતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુમાં ત્યાં વેપાર ધંધા કરનાર દુકાનદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. કારણ કે આ પાણી બે દિવસથી ભરાયેલી હાલતમાં છે સ્થાનિકો દ્વારા વારંવાર અધિકારીઓને પાણી ભરાય ગયા હોવાની રજૂઆત કરી છે છતાં પણ અધિકારીઓ આવે છે અને જતા રહે છે ફક્ત થઇ જશે તેવું કહીને રવાના થઇ જાય છે. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા સ્થાનિક નગરસેવક હેમીષા ઠક્કર ને જાણ કરી હતી પરંતુ નગરસેવક હેમીષા ઠક્કર દ્વારા કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ મળ્યો નહોતો. યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકો દ્વારા રોષ ઠાલવ્યો હતો.
પાણી જ્યાં ભરાયા છે ત્યાંથી ફક્ત થોડે જ દુર નગરસેવક હેમીષા ઠક્કર નું ઘર આવેલું છે
ફતેપુરા વિસ્તામાં જે જગ્યા પર પાણી ભરાય છે ત્યાંથી ફક્ત થોડે જ દુર સ્થાનિક નગરસેવક હેમીષા ઠક્કરનું ઘર આવેલું છે. તે જ વિસ્તારમાં પાણી ભરાય જવાને પરિણામે સ્થાનિકો દ્વારા સ્થાનિક નગરસેવકને જાણ કરવામાં આવી હતી પરંતુ નગરસેવક દ્વારા યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકો દ્વારા નગરસેવક સામે રોષ ઠાલવ્યો હતો. અને જણાવ્યું હતું કે નગરસેવક દ્વારા અમને કહ્યું હતું કે જ્યાં પાણી ભરાય છે તે જોવું પડે તેવી રીતે ઉડાઉ જવાબ આપતા સ્થાનિકો દ્વાર નગરસેવક સામે રોષ ઠાલવ્યો હતો. આ અંગે અમે સ્થાનિક નગરસેવકને સંપર્ક કરતા તેમને અમારો ફોન રીસીવ કર્યો નહોતો.