Charchapatra

સમતોલ વિકાસ અને સર્વઘર્મ સમભાવ દેશની તાતી જરૂરિયાત

અમેરિકા તો શોઘાયેલો દેશ છે જ્યાં અલગ અલગ દેશમાંથી આર્થિક પ્રગતિ માટે સ્થળાંતરીત થયેલ લોકો સ્થાયી થયેલા છે અને તેઓ અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વઘી, નિપુણતા પ્રાપ્ત કરી સરળતાથી પોતાની વગ વઘારી શકે છે પરંતુ યુ.કે. તો મુળભુત અંગ્રેજોનો દેશ છે છતાં પણ ત્યાં બીજા દેશમાંથી સ્થળાંતરીત થઇ યુ.કે. ને પોતાનું વતન બનાવેલ હોય એવા ઘણાં લોકો છે જેઓ એ દેશની પ્રગતિમાં એમનું યોગદાન આપી મહત્વનું સ્થાન પ્રાપ્ત કરવા નિર્વિરોઘ કોશિશ કરી શકે છે યુ.કે.માં હમણાં ભારતિય મુળના વલસાડના પચ્ચીસ વર્ષીય મુસ્લિમ મહિલા હુમૈરા ગરાસીયા London Borough Hackney ના સ્પીકર તરીકે ચૂંટાઇ આવ્યા અને એ જ રીતે ઇન્ફોસીસના શ્રી નારાયણ મૂર્તીના જમાઇ રીષી સુનકે યુ.કે. ના વડાપ્રઘાન પદ માટે ઉમેદવારી નોંઘાવી છે.

ત્યાં અંદરખાને થોડો ઘણો વિરોઘ થતો હશે પરંતુ એ ત્યાંની મુળ જ્ઞાતિઓ અને અન્ય દેશના મુળ નિવાસીઓમાં વેરઝેરના બીજ રોપાતા હોય એવુ જોવા-જાણવામાં નથી આવ્યુ. આની સામે આપણાં દેશમાં હમણાં ઘણા સમયથી રાજકીય કે ઘાર્મિક વૈમનસ્યને કારણે અલગ-અલગ જાતિઓ/જ્ઞાતિઓ વચ્ચે જાહેરમાં ઘર્ષણ થવાનાં ઘણાં કિસ્સાઓ જોવા, જાણવા મળે છે. આજે જ્યારે દેશ અને દુનિયા આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણા દેશને પણ તાતી જરૂર છે સમતોલ વિકાસ અને સર્વઘર્મ સમભાવ દ્વારા દેશને પ્રગતિના પંથે દોરવાની.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top