નવી દિલ્હી: (New Delhi) દિલ્હી મેટ્રો ટ્રેનમાં (Metro Tain) લાગેલી કોન્ડોમની (Condom) જાહેરાતને લઈને હોબાળો મચ્યો છે. હોબાળાનું મુખ્ય કારણ એ છે કે આ જાહેરાત મહિલાઓ માટેની રિઝર્વ સીટની પાછળ લગાડવામાં આવી છે. જેને કારણે મેટ્રોમાં મુસાફરી કરતી મહિલાઓ (Ladies) અને યુવતીઓ શરમમાં મુકાય છે. આ જાહેરાતના પગલે ડીએમઆરસી વિરૂદ્ધ મહિલાઓનો ગુસ્સો ફાટી નિકળ્યો છે.
દિલ્હીની મેટ્રો ટ્રેનમાં લાગેલા કોન્ડોમના પોસ્ટર અને જાહેરાતને પગલે તંત્ર સામે મહિલાઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે મહિલાઓની આરક્ષિત સીટની પાછળ જ આ જાહેરાત લગાડવામાં આવી છે. જેને લઈને સોશિયલ મીડિયા પણ લોકોનો ગુસ્સો ફૂટ્યો છે. જોકે કેટલાક લોકો આ બાબતને સહજતાથી સ્વીકારી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ કોઈ શરમ કરવા જેવી વાત નથી. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે ટ્રેનમાં હજારો લોકો મુસાફરી કરે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામકાજી મહિલાઓ અને યુવતીઓ હોય છે. તેઓ માટે અહીં કોન્ડોમની જાહેરાત અને તેમાં બિભત્સ ફોટો શરમ નજર બાબત છે. બાળકો પણ મેટ્રોમાં મુસાફરી કરે છે. જેને પગલે માતાઓ સહજતાનો અનુભવ કરે છે.
દિલ્હી મેટ્રો ટ્રેનનો આ ફોટો ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓ માટેની રિઝર્વ સીટ પરથી આ જાહેરાત કાઢવા માટે પણ લોકો માંગ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ લોકો એવું પણ કહી રહ્યાં છે કે દિલ્હી મેટ્રે રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ જાહેરાતની જગ્યાએ મહિલાઓની સુરક્ષા અને સમ્માનને વધુ મહત્વ આપવું જોઈએ.