ગાંધીનગર: ગુજરાત (Gujarat) પરથી એક લો પ્રેશર સિસ્ટમ (Low Pressure System Active) પસાર થઈ રહી છે, જેના કારણે આગામી 48 કલાક દરમ્યાન રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Katuch) અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે, વલસાડ (Valsad) , દમણ (Daman) અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં મંગળવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં પોરબંદર સહિત 142 તાલુકામાં વરસાદ થયો છે.
આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની વકી
પોરબંદર ઉપરાંત 2.6 ઈંચ, ગીર સોમનાથના કોડિનારમાં 2.5 ઈંચ, મહેસાણાના વિજાપુરમાં 2.4 ઈંચ, મહીસાગરના સંતરામપુરમાં 2.4 ઈંચ, દાહોદના ઝાલોદમાં 2 ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં 2 ઈંચ, અરવલ્લીના મોડાસમાં 2 ઈંચ, અમરેલીના વડીયામાં 2 ઈંચ, રાજકોટના લોધીકામાં 1.6 ઈંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.5 ઈંચ અને બનાસકાંઠાના ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં એકંદરે 19 તાલુકાઓમાં 1થી અઢી ઈંચ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 153 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જે પૈકી રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 77.75 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 125.71 ટકા, ઉત્તર ગુજરાતમાં 64.43 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 66.85 ટકા, સૌરાષ્ટ્રમાં 73.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.01 ટકા વરસાદ થયો છે.
ઉકાઈ ડેમમાં આગામી ચોવીસ કલાકમાં પાણીની આવક વધશે
સુરત: શહેરમાં આજે વરસાદી માહોલ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા નોંધાયા હતા. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજે ડેમમાં આશરે 80 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ ડેવલપ થતા આગામી શુક્રવાર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દિવસભર શહેરમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. જોકે ક્યાય પણ વરસાદ નોંધાયો નહોતો.
- સાવખેડામાં 3.5 ઇંચ, ચીખલધરામાં 3 ઇંચ, ભુસાવલમાં 2 ઇંચ તો ટેસ્કા, લખપુરી, સહેલગાવ, હખથુરમાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો
- સુરત શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો, ઉકાઈની સપાટી 334.25 ફુટ
- ઉપરવાસમાં વરસાદથી ઉકાઈમાં 79 હજાર ક્યુસેક આવક, 50 હજાર જાવક
- શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા વરસ્યા
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. જોકે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ વિતેલા ચોવીસ કલાકમાં નોંધાયો હતો. ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેશન પૈકી ટેસ્કામાં દોઢ ઇંચ, લખપુરીમાં એક ઇંચ, ચીખલધરામાં ત્રણ ઇંચ, ગોપાલખેડામાં એક ઇંચ, ડેડતલાઈમાં સવા ઇંચ, બુરહાનપુરમાં એક ઇંચ, યેરલીમાં સવા ઇંચ, હથનુરમાં એક ઇંચ, ભુસાવલ બે ઇંચ, ગીરનાડેમ પોણો ઇંચ, દહીગાવ અડધો ઇંચ, સાવખેડામાં સાડા ત્રણ ઇંચ, સહેલગાવમાં એક ઇંચ, ખેતીયામાં એક ઇંચ મળી સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.