વલડસાડ: નવસારી (Navsari) નજીક દારૂ (alcohol) ભરેલી કારના (Car) ચાલકે પોલીસના બીકે 19 ગૌવંશોને (Cow) અડફેટે લીધા હતા. સેલવાસથી (Selvas) મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કારમાં ભરી નવસારી તરફ જવાની બાતમી ડુંગરા પોલીસને (Police) મળી હતી. બાતમી મળ્યાના આધારે પોલીસે ધરાસણા ત્રણ રસ્તા પાસે બાતમી વાળી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને જોઈને ગભરાઈ ગયેલા કાર ચાલકે કાર હંકારી મૂકી હતી. ડુંગરી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ત્યારે દારૂ ભરેલી કારના ચાલકે માલવણ નજીક કોસ્ટલ હાઇવે ઉપર રસ્તા ઉપર બેઠેલા 19 ગૌવંશોને અડફેટે લીધા હતા. જેમાં 11ના ઘટના સ્થળે જ મોત થયા હતા.
સેલવાસથી એક કાર નં. (GJ-16-BN-7334)માં મોટા પાયે દારૂનો જથ્થો ભરીને બીલીમોરા તરફ રવાના થવાની બાતમી પોલીસને મળી હતી. પોલીના જણાવ્યા અનુસાર કારનો ચાલક કોસ્ટલ હાઇવે થઈને બીલીમોરા તરફ મોટા પ્રમાણમાં કારમાં દારૂનો જથ્થો લઈ બીલીમોરા રવાના થવાનો છે. બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે ધરાસણા ત્રણ રસ્તા પાસે બાતમી વાળી કાર પર વોચ ગોઠવી હતી. ત્યારે પોલીસની ટીમને બાતમી વાળી કાર આવતા કાર ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો. પરંતુ પોલીસને જોઈને ગભરેયા કાર ચાલકે કારને હંકારી મૂકી હતી. પરંતુ તરત જ પોલીસે કારનો પીછો ફિલ્મીઢબે કર્યો હતો. ત્યારે દારૂ ભરેલી કારના ચાલકે વધુ સ્પીડથી કારને કોસ્ટલ હાઈને ઉપર બીલીમોરા તરફ હંકારી મૂકી હતી. જ્યાં રસ્તા પર બેસીલા ગૌવંશના ઝૂંડને કાર ચાલકે અડફેટે લઈ લીધા હતા. કાર ચાલકે પૂરપાટે આવી ગૌવંશ પર કાર ચઢાવી દીધી હતી. જેમાંથી 11 ગૌવંશના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસ દ્વારા ઘાયલ ગૌવંશને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા.
દારૂ ભરેલી કારનો ચાલક પોલીસથી ભાગી ગૌવંશને અડફેટે લીધા બાદ અંધારામાં સંતાઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસે ક્લીનરને અને દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. કાર ડ્રાઈવર ફરાર. પોલીસની પ્રાથમિક તપસામાં સામે આવ્યું છે કે કાર ચાલકનું નામ ભાવેશ કાળીદાસ પટેલ છે. જ્યારે કારના ચાલક દિવ્યેશ છીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ડુંગરી પોલીસ દ્વારા કારમાંથી 1937 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 1.91 લાખ અને કાર મળી કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.