PM મોદીની પાકિસ્તાની બહેને મોકલી રાખડી, ચૂંટણી માટે આપી શુભેચ્છાઓ – Gujaratmitra Daily Newspaper

National

PM મોદીની પાકિસ્તાની બહેને મોકલી રાખડી, ચૂંટણી માટે આપી શુભેચ્છાઓ

નવી દિલ્હી: (New Delhi) રક્ષાબંધનના (Raksha Bandhan) પવિત્ર તહેવાર પહેલા સરહદ પાર પાકિસ્તાનથી પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) માટે ખાસ રાખડી આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીની પાકિસ્તાની બહેન (Pakistani Sister) કમર મોહસીન શેખે પીએમ મોદી માટે રાખડી મોકલી છે. એટલું જ નહીં કમર મોહસીને પીએમ મોદીને વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે તેમને શુભેચ્છા પાઠવી છે. મોહસીન શેખે કહ્યું, ‘રક્ષાબંધનની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ વખતે પણ તેઓ પીએમ મોદીને મળવાના છે. મને આશા છે કે પીએમ મોદી આ વર્ષે પણ રક્ષાબંધનના શુભ અવસર પર દિલ્હી બોલાવશે. મેં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાખડી આ રાખડી સિલ્ક થ્રેડ એમ્બ્રોઇડરી ડિઝાઇન વડે મારી જાતે બનાવેલ છે.

પત્રમાં પીએમ મોદીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છાઓ
મોહસીન શેખે પીએમ મોદીને લખેલા પત્રમાં તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી છે. પોતાના પત્રમાં તેમણે પીએમ મોદીને 2024ની સામાન્ય ચૂંટણી માટે પણ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, ‘મેં પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે તમે જે રીતે કરી રહ્યા છો તે રીતે સારું કામ છે અને તે કરતા રહો. સાથે જ પીએમ વિશે તેમણે કહ્યું કે તે ફરીથી પીએમ બનવાને લાયક છે. હું ઈચ્છું છું કે તેઓ કાયમ ભારતના વડાપ્રધાન રહે. વડા પ્રધાનની બહેન શેખે ગયા વર્ષે રક્ષાબંધન પર તેમને રાખડી બાંધી હતી અને તેમને રક્ષાબંધન કાર્ડ પણ આપ્યું હતું.

Most Popular

To Top