અમે બંને મૂળ સુરતના હું 1961 થી વડોદરા અને પછી આણંદ હોસ્પિટલ ચલાવવા) આવ્યો, જ્યારે પન્ના સુરત અંગ્રેજીની વ્યાખ્યાતાની નોકરી છોડી મને પરણવાના અને પછી પેટભર પસ્તાવા ! વડોદરા આવી. મૂળ વાત પર આવું : અમારો તબીબ દીકરો રવિવારે અચૂક ‘‘મિત્ર’’ લઈ આવે. પૂર્તિના ઉમદા લેખોને વખાણવા મારી પાસે પૂરી અભિવ્યકિત નથી. પણ એક્સેલન્સ – અદ્દભૂત. સવારે દીકરો વાંચે, રાત્રે હું વાંચુ અને પછી લેખો કાપી પરબિડીયામાં મોટી દીકરી (42 yrs) ને પુના રવાના કરું.
– ડો. મહેશ ટી. દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આણંદમાં બેસી ‘ગુજરાતમિત્ર’ માણવાનો આનંદ
By
Posted on