દેલાડ: બદલાતી ટેક્નોલોજી (Changing Technology) હવે કૃષિ ક્ષત્રે પણ આવી ગઈ છે. જેને લઇને હવે ખેડૂતો (Farmers) પણ ટેક્નોલોજીથી (Technology) પરિચિત થાય તેવા પ્રયાસોને હાથ ધરવામાં આવી રહ્યાં છે.ઊર્જા રાજ્ય મંત્રી (Minister of State for Power) મુકેશ પટેલ પણ કંઈક આવા જ પ્રયાસ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઓલપાડના ભટગામથી સુરત જિલ્લામાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ખેડૂતોનો સમય પણ બચી જાય અને બીજા બિન જરૂરી ખર્ચ પણ ટાળી શકાય.
કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજી જરૂરી :ઉર્જા મઁત્રી મુકેશ પટેલ
આ અવસર ઉપર રાજ્ય ઉર્જા મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમે કૃષિમાં ટેક્નોલોજી અને પરિવર્તન ઉપરાંત ક્રાંતિ લાવવા ઈચ્છી રહ્યા હતા. જોકે તે અંગેની દિશાઓ માં પણ લાંબા સમયથી વિચાર વિમર્શ ચાલી રહ્યો હતો. અને હવે ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડના ભટગામથી સુરત જિલ્લામાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી વડે દવા છંટકાવની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
બદલાતા સમય સાથે ખેતીમાં ટેક્નોલોજી આવશક પાસું
આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, બદલાતા સમય સાથે ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પણ જરૂરી બન્યો છે. કૃષિ વિમાન-કિસાનનું વિમાન એટલે ડ્રોન એવી ઓળખ આપીને ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. ઈફ્કો કંપનીએ ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ નેનો યુરિયા ખાતર પ્રવાહી સ્વરૂપે અદ્યતન નેનો ડ્રોન ટેક્નોલોજીની મદદથી ખેતરમાં દવા અને ખાતરનું છંટકાવ કરતું દેશનું પ્રથમ માનવરહિત ઉપકરણ વિકસાવ્યું છે.
ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની કાર્યક્ષમતા વધશે
ખેડુતી ટેક્નોલોજી અવગત થાય અને પરિવર્તન આવે જેથી સમયની પણ બચત થશે,સાથે-સાથે ખૂણે ખાચરે દવાનો છંટકાવ થશે. પહેલા હાથથી દવાઓ છાંટવામાં આવતી હતી જોકે ડ્રોનના ઉપયોગથી ખેડૂતો પણ ખુશ દેખાઈ રહ્યા છે. ડ્રોન ટેક્નોલોજી-કૃષિ વિમાનનો ઉપયોગ કૃષિ ઉત્પાદકતા તેમજ કિસાનોની કાર્યક્ષમતા વધારવામાં આશીર્વાદરૂપ બની રહેશે. આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ કે.એસ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, નાયબ ખેતી નિયામક આત્મા સુરતના પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી. ગામીત, મામલતદાર લક્ષ્મણ ચૌધરી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જશુબેન ગામીત સહિત મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.