દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભમેલા ગામે APP અને BJP કાર્યકર્તાઓની જાનથી મારી નાખવાની સામસામે ફરિયાદ. સંજેલી તાલુકાના ભમેલા ગામે આપ પાર્ટીના કાર્યકર્તાઓની યોજાયેલી મીટિંગ બાદ બીજેપી કાર્યકર્તાની ફોન પર મારી નાખવાની ધમકી બાદ APP કાર્યકર્તા એ રોડ પર રોકી ભાજપના લુખ્ખા કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સામસામે ફરિયાદ નોંધાઇ. સંજેલી તાલુકાના ભમેલા ગામે આમ આદમી પાર્ટીની યોજાયેલી ખાટલાં બેઠક બાદ ગામમાં રહેતા વિપુલના મોબાઈલ થી ભાજપ ના મુકેશભાઈ કાળુભાઈ બારીયા એ કલ્પેશ ફુલસીંગ અમલીયાર ને ફોન કરી અને પૂછ્યું કે મને પૂછ્યા વગર બેઠક કેમ રાખી તેમ કહી મા બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આપના જિલ્લા તેમજ તાલુકાના કાર્યકર્તા મુકેશ અમલીયાર સાથે સંજેલીપોલીસ મથકે દોડી આવ્યા હતા.
ધાકધમકી આપનાર મુકેશ કાળુ બારીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી જે બાદ બીજા દિવસે મુકેશ બારીયા અને સુરેશ તાવીયાડ પોતાના કબ્જાની બાઈક લઇ અને સંજેલી થી ભમેળા ઘરે જઈ રહ્યાં હતાં તે દરમિયાન મહુડા પાસે ઉભેલા જશવંત તાવિયાડ અને મુકેશ અમલીયારે મુકેશને ઉભા રાખી ભાજપના લુખ્ખાઓ તેમ કહી મા બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારતા મુકેશ બારીયાએ સંજેલી પોલીસ મથકે કમલેશ ફુલસીંગ અમલીયાર જશવંત મુકેશ તાવીયાડ વિરૃદ્ધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આમ ભાજપ અને આમ આદમી પાર્ટીના બન્ને કાર્યકર્તાઓએ સામસામે ફરિયાદ નોંધાવતા સંજેલી તાલુકામાં લોકો માં ચારેકોર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.