Vadodara

રાજકિય કિન્નાખોરીને પગલે આક્ષેપો કરાયા હોવાની આશંકા: કપિલ જોશી

વડોદરા : એમ.એસ. યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરિંગ ના એક શિક્ષક અને સેનેટ સભ્યડો નિકુલ પટેલ સામે વિધાર્થી દ્વારા ભલામણપત્ર આપવા માટે રૂપિયા તેમજ દારૂની માંગણી કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવતા સેનેટ સભ્યો કપિલ જોશી અને અમર ઢોમસે દ્વારા યુનિ.ના રજિસ્ટ્રાર ને આવેદન પત્ર અલીબે સમગ્ર મામલે તાપસ કરવાની માંગ કરવામાં આવી હતી..

ટેક્નોલીજી ફેકલ્ટીના જાગૃત યુવા શિક્ષકને બિનપાયાદાર આક્ષેપોથી રાજકીય અદાવત થી ધમકાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે તેમ જણાવીને યુનિ.ના રજિસ્ટ્રારને આવેદન પત્ર આપી ડો. નિકુલ પટેલની તરફેણમાં સેનેટ સભ્યો આગળ આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે એમ.એસ. યુનિવર્સિટી માથી ભણતા કે ભણવાનું પૂરું કરી ચૂકેલ વિદ્યાર્થીઓને નોકરી કે વધુ અભ્યાસાર્થે વિદેશ જવા માટે ભલામણપત્ર એટલે કે લેટર ઓફ રેકમંડેશનની જરૂર પડતી હોય છે. જે પત્ર સ્વાભાવિક પણે અધ્યક્ષ (હેડ) અથવા ડીન આપતા હોય છે.

અધ્યાપક પણ આવો પત્ર આપી શકે પરંતુ એ એમની જવાબદારી માં આવતું નથી. વિદ્યાર્થી જેની નજીક હોય એની પાસે સામાન્યપણે આવા પત્રો લેતા હોય છે.ટેકનોલોજીના પૂર્વ વિધાર્થીએ ડો. નીકુલ પટેલ પાસે ભલામણ પત્ર માંગ્યો ત્યારે એમને સ્વાભાવિક પણે અન્ય કામોમાં રોકાયેલ હોઇ પછી મળવા જણાવ્યું હતું. તેના ચાર દિવસ બાદ વિધાર્થી દ્વારા ઘટનાની જાણ કરાઈ હતી તો એટલા દિવસ કેમ ચૂપ રહ્યો.પૂર્વ વિધાર્થી વિદ્યાર્થી ને ભલામણ પત્ર આપ્યો. પત્ર આપ્યા પછી વિદ્યાર્થી એ શિક્ષક સાથે તું – તારી કરી જીભા જોડી કરીને રાજકીય સંબંધો વિશે બોલાચાલી કરી હતી.

એટ્લ રાજકીય રીતે મોટીવેટેડ હોવાથી આ મામલો વધુ ને વધુ ગરમાવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને વિદ્યાર્થી એ તરત જ પોલીસ સ્ટેશન માં પોતાનું દલિત કાર્ડ વાપરી એટ્રોસીટી ની તેમજ માર માર્યાના ફરિયાદ કરી હતી. ત્યારે કપિલ જોશીઅને અમ્ર ઢોમસે યુનિ.ના રજિસ્ટ્રાર ને આ મામલે આવેદન આપી રજુઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે આ રાકજીય અડવાતને કારણે ઉભું કરાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. ફરિયાદ પહેલા ગ્રીવન્સ સેલમાં મોકલાતી હોય છે આ એક પ્રોટોકોલ છે જેને પછી યોગ્ય લાગે તો જ ડિપાર્ટમેંટ લેવલ પર, ફેકલ્ટી લેવલ પર કમિટી નિમાતી હોય છે એ પણ જો સંતોષ કારક ન લાગે પછી જ સિન્ડિકેટ દરમ્યાનગીરી કરીને કમિટી બનાવે છે. અને પુરાવા વગર કેવી રીતે કાર્યવાહી કરી શકાય.ત્યારે રજિસ્ટ્રાર એ જણાવ્યું આ ઘટના અંગેનું નોટિંગ કરવામાં આવી રહ્યું છે. અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top