Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 874 કેસ, 1030 દર્દી સાજા થયા

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના (Corona) સંક્રમણમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 874 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોના 1030 દર્દી સાજા પણ થયા છે. કોરોનાના નવા કેસ નોંધાવવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા 6,257 થઈ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર (Ventilator) પર છે. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 874 કેસ નોંધાયા
  • કોરોના 1030 દર્દી સાજા પણ થયા
  • અત્યાર સુધીમાં 11,71,16,059 લોકોને રસી અપાઈ
  • રાજ્યમાં 2.68 લાખ લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 287, વડોદરા મનપામાં 92, ગાંધીનગર મનપામાં 41, વડોદરા ગ્રામ્યમાં 38, મહેસાણામાં 37, સુરત મનપામાં 35, ગાંધીનગર ગ્રામ્યમાં 34, રાજકોટ 31, પાટણમાં 26, કચ્છ, રાજકોટ ગ્રામ્યમાં 25, બનાસકાંઠામાં 21, મોરબીમાં 19, સુરત ગ્રામ્યમાં 18, ભાવનગર મનપામાં 16, નવસારીમાં 15, સાબરકાંઠામાં 14, આણંદ, વલસાડમાં 13, અમરેલીમાં 12, જામનગર મનપામાં 9, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચમાં 8, અરવલ્લી, ગીર સોમનાથ, ખેડા, પંચમહાલમાં 6, જામનગર ગ્રામ્યમાં 4, સુરેન્દ્રનગરમાં 3, જુનાગઢ ગ્રામ્ય, પોરબંદરમાં 2, બોટાદ, તાપીમાં 1 નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં વધું 2.68 લાખ લોકોનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધીમાં 11,71,16,059 લોકોને રસી અપાઈ છે.

વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા
વલસાડ : વલસાડ જિલ્લામાં મંગળવારે કોરોનાના 13 નવા કેસ નોંધાયા હતા. જેમાં વલસાડ તાલુકામાં 7, ઉમરગામ તાલુકામાં 2 અને પારડી તાલુકામાં 4 કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 13,368 કેસ નોંધાયા છે, જે પૈકી 12,774 સાજા થયા છે અને 95 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 6,40,939 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 6,27,571 નેગેટિવ અને 13,368 પોઝિટિવ નોંધાયા છે.

Most Popular

To Top