દેશમાં કોરોનાના સંક્રમણમાં ફરી એક વખત ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે, રાહતની બાબત એછેકે, વધી રહેલા કેસમાં ગંભીરતાનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. છતાં કોરોનાના સંક્રમણની અગાઉ ભયાનકતા અનુભવે હવે ગાફેલ રહેવું પોસાય તેમ નથી. આથી જ અગમ ચેતીરૂપે તાજેતરમાં સરકારે જાહેરાત કરી છે કે કોરોના વિરોધી રસીના બૂસ્ટર ડોઝ પંચોતેર દિવસ સુધી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં નિ:શુલ્ક અઢાર વર્ષથી ઓગણસાઈઠ વર્ષની વય જુથના નાગરિકો માટે ઉપલબ્ધ કરાવાશે. તાજેતરમાં વિશ્વઆરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી હતી કે દુનિયામાંથી કોરોનાની મહામારી હજી ખતમ થઈ નથી. ત્યારે સરકાર દ્વારા હાથ ધરાનારી બૂસ્ટર ડોઝની સ્તુત્ય ઝૂંબેશમાં દેશના તમામ નાગરિકોએ સામેલ થઈને કોરોનાના સંક્રમણ સામેના જંગમાં સજ્જ થઈ તેનો મુકાબલો (સામનો) કરવા કટિબધ્ધ થવું જોઈએ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકારની બૂસ્ટર ડોઝની સ્તુત્ય ઝૂંબેશમાં નાગરિકોએ સામેલ થવાની જરૂર
By
Posted on