Charchapatra

‘ગુનાખોરની માનસિકતામાં બદલાવ વૈજ્ઞાનિક ઢબે થાય એવું જરૂરી નથી લાગતું?’

ચોરી, હત્યા, વિવિધ પ્રકારના ગુનાઓનો સિલસિલો તો સદીઓથી ચાલી આવેલ છે. તમામ પ્રકારના ગુના ન થાય તેમજ ગુના જે આચરવામાં આવે, તેના નિવારણ માટે પોલીસ ખાતાના નિમ્નથી ઉચ્ચ કક્ષાના કાબેલ, બાહોશ અધિકારીઓના સહકારથી ગુનાના ભેદ ઉકેલાઈ જાય છે. સમાજમાં સામાન્ય ગુના તો રોજેરોજ બનતા રહે છે, પરંતુ કેટલાક બનાવો એવાં બને કે મોટાભાગે પોલીસ સ્ટેશનના પગથિયા ચઢવા કોઈ તૈયાર હોતું નથી. ‘પોલીસના લફરામાં કોણ પડે?’ એવા શબ્દો દરેકના મુખેથી સાંભળવા મળે, પણ એવુ હોતું નથી. લોકશાહીમાં કોઈ પણ તંત્ર પ્રજાની સેવા / મદદ માટે જ હોય છે. આ અંગે લોકોની માનસિકતા બદલાતી જોવા નથી મળતી

. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવીએ પણ માનસિકતા નથી બદલી શકતા એ મોટી કમનસીબી છે. જ્યારથી કોમ્પ્યુટર અને ડિજિટલ યુગની શરૂઆત થઇ, ત્યારથી ‘ડિજિટલ ગુનાઓ’નું પ્રમાણ વધી ગયું. લગભગ શિક્ષિત, અશિક્ષિત બધા જ ભોગ બન્યા હોય છે. કેટલાક આ કામમાં નિષ્ણાત ભલા – ભોળા વ્યક્તિને ભોળવીને મોબાઈલ ઉપર LINK મોકલીને બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લીધાના કિસ્સાઓ તથા બીજા પણ કિસ્સાઓ બનતા રહે છે. એવું અખબારમાં વાંચીએ છીએ. તાજેતરમાં નવો કિસ્સો બહાર આવ્યો. મોબાઈલમાં મેસેજ મોકલી એવું જણાવે કે તમારું આગલું વીજળીનું બિલ સેટલ થયું ન હોવાથી રાત્રે  9 વાગે વીજ કનેકશન કપાઈ જશે.

તો આપેલ નંબર પર અધિકારીનો સંપર્ક કરો. સંપર્ક કરીને ફોન કરો તો PLAY STOREમાં જવાનું કહે, પછી કહે LINK મોકલું. હકીકતમાં આ એક જાતનો ફ્રોડ છે. બધાએ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ સરકારી / અન્ય ખાતામાંથી આ પ્રકારના મેસેજ મોકલવામાં નથી આવતા તેમજ લોકોને ચેતવવા માટેની જાહેરાત પણ અખબારમા પ્રસિદ્ધ કરવામા આવે છે. સાઇબર ગુનાઓના નિવારણ માટે સરકાર તરફથી સાઇબર ક્રાઇમની રચના કરી છે. ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી રહી છે, પણ લોકોએ સજાગ થઇ પોલીસને સહકાર આપવાની જરૂર છે. પોલીસ પ્રજાની મદદ માટે છે, એ ન ભૂલવું જોઇએ. આટલા મોટા દેશમાં ગુના તો થતાં જ રહેવાના. નવા નવા ગુનેગારો પણ પેદા થવાના. ગુનાખોરની માનસિકતા બદલવાનું કામ વૈજ્ઞાનિક ઢબે થવું જોઇએ એવું નથી લાગતું? બાકી તો પછી.
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top