Latest News

More Posts

વડોદરા: વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જીએસએફસી રેલ્વે ઓવરબ્રિજ ઉપર રીસફેસિંગની કામગીરી હાથ ધરાતા એક તરફનો માર્ગ બંધ રહેશે, જ્યારે અકોટા-દાંડિયા બજાર રેલ્વે બ્રિજ ઉપર પણ રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.
વડોદરા કોર્પોરેશનની બ્રિજ શાખા તરફથી રીસર્ફેસીંગની કામગીરીના ભાગરૂપે અકોટા-દાંડીયાબજાર રેલ્વે ઓવર બ્રિજ ઉપર તા. ૨૪-૦૪-૨૦૨૫ થી તા.૨૨-૦૬-૨૦૨૫ સુધી એટલે બે માસ સુધી કામગીરી ચાલવાની છે. છાણી રેલ્વે ઓવર બ્રીજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી સંદર્ભે બ્રિજના એક તરફનો ભાગ સંપુર્ણ બંધ કરી દેવાતા તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝનનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. છાણી નજીક આવેલા બાજવા ટી પોઈન્ટથી રેલ્વે ઓવર બ્રિજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી દરમ્યાન તમામ પ્રકારના વાહનો માટે રોડનો એક તરફનો ભાગ બન્ને તરફ અવર જવર કરતા વાહનો ઉપયોગ કરીને પસાર થઈ શકશે. આ માટે પોલીસ કમિશ્રર દ્વારા પણ તા.૧૭-૦૩-૨૦૨૫થી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના બ્રિજ પર એક કે બે જ વર્ષમાં રિસસર્ફેંસીંગ ની કામગીરી હાથ ધરવામાં આવે છે. એવું તે કેટલી નિમ્ન સ્તરનું મટીરિયલ વાપરવાં આવે છે કે તદન ટૂંક સમયમા લાખો કરોડો રૂપિયા પાણીમાં જાય છે અને નવેસરથી કામગીરી કરવી પડે છે. પાલિકા તંત્ર અને શાસક પક્ષ દ્વારા મજબૂત મિલીભગત રચીને માનીતા કોન્ટેક્ટરોને ઘી કેળા કરાવીને ભાગબટાઈ ના જ કામ થઈ રહ્યા છે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

To Top