સુરત (Surat) : આલ્કોહોલ (Alcohol) શરીરમાં કેટલો જાયતો ફાયદો અને નુકસાન થાય તે ગુજરાતના (Gujarat) જાણિતા ફોરેન્સિક એક્સપર્ટ (Forensic Expert) મારફત વિગતો જાણવા મળી છે. તેમાં શહેરના જાણિતા ફોરેન્સિક એકસ્પર્ટ વિનેશ શાહે આલ્કોહોલ કન્ટેઇનની રસપ્રદ વિગતો જણાવી હતી. જો આલ્કોહોલનું પ્રમાણ શરીરમાં 400 ટકાથી વધારે જાય તો જ શરીરને મોટાપાયે નુકસાન કે પછી મૃત્યુ થાય છે. બોટાદ લઠ્ઠાકાંડમાં (LaththaKand) થયેલા મૃત્યુ અને ભૂતકાળમાં સુરતમાં થલેયા લઠ્ઠાકાંડમાં આલ્કોહોલ કન્ટેઇન જ્યારે 400 ટકા કરતા વધારે જોવા મળ્યું ત્યારે ત્યારે જાનહાનિની ઘટનાઓ ઘટતી જોવા મળે છે. આલ્કોહોલ શરીરમાં પ્રતિ લીટરે કેટલા મીલીગ્રામ જાય અને નુકસાન કે ફાયદો થાય તે સાયન્ટિૅફિક સર્વે પરથી જાણવા મળેલી વિગતો અહી રજૂ કરી છે.
શરીરમાં આલ્કોહોલ કેટલા ટકા હોય તો મોત થાય
- શરીરમાં આલ્કોહોલ 50 ટકા મીલીગ્રામ પ્રતિ લીટરે હોય તો વ્યક્તિ ખુશનુમાની લાગણી અનુભવે છે
- આ કન્ટેઇન 50 થી 100 ટકા હોય ત્યારે વ્યક્તિની જીભ લથડે છે, વધુ પડતો આત્મવિશ્વાસ આવી જાય છે
- 100 થી 150 ટકા હોય તો વ્યક્તિ અતિ ભાવુક થઇ જાય છે તે રડે છે કે પછી આવેગમાં આવીને હૂમલો કરી બેસે છે.
- 150-300 ટકા હોય ત્યારે વ્યક્તિ સ્થળ અને ભાન ભૂલી જાય છે તથા લથડિયા ખાય છે.
- 300-400 ટકા કન્ટેઇન આલ્કોહોલનું શરીરમાં જાય ત્યારે વ્યક્તિ કોમામાં આવી શકે છે.
આલ્કોહોલ શરીરમાં કેવી રીતે પ્રસરે છે
- આલ્કોહોલ શરીરમાં 3 મિનીટમાં ભળવાનું શરૂ થઇ જાય છે
- આ ઉપરાંત આલ્કોહોલ જો ખાલી પેટે પીવામાં આવે તો એક કલાકમાં 90 ટકા જેટલો ભળી જાય છે
- જો ખોરાક લીધેલો હોય તો આલ્કોહોલનું શરીરમાં ભળવાનું પ્રમાણ ખૂબ ઓછું થઇ જાય છે.
લોહીમાં ભળેલા આલ્કોહોલનુ લેવલ
- 10 મીલીગ્રામ કરતા નીચે હોય તો સોબર કહેવામાં આવે
- 80 થી 100 ટકા હોય તો આલ્કોહોલની ઇફેકટ હેઠળ આવે
- 150-300 ટકા હોય તો નશામાં વ્યકિત આવી જાય
- પ્રતિ લીટરે 400 એમજી હોય તો વ્યકિતનુ મોત નીપજી શકે છે.
આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે
વોડકામાં 45 થી 60 ટકા, બીયરમાં 8 થી 10 ટકા, વ્હીસ્કી અને રમમાં 40 થી 60 ટકા જેટલું હોય છે.