કોરોના સામે ઝઝૂમી રહેલા દેશ સામે હવે એક નવા રોગનો સામનો કરી રહ્યો છે. આ રોગ ખૂબ જ ગંભીર પ્રકારનો છે અને તેના દર્દી માટે અગમચેતીના ભાગરૂપે પહેલાથી જ અલગ વોર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી મંકીપોક્સ દેશના એક રાજ્ય પૂરતો જ સિમિત હતો. માત્ર કેરળમાં જ તેના દર્દી મળી આવ્યા હતાં. જો કે, હવે તે દિલ્હી જે દેશની રાજધાની છે ત્યાં જોવા મળ્યો છે. દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. આ કેસમાં ગંભીર બાબત એ છે કે, જે દર્દીને મંકીપોક્સ થયો છે તેની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે તંત્ર તેના ઉપર નજર રાખી રહ્યું છે. દિલ્હીના આરોગ્ય વિભાગે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેની અટકાયત માટેના તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. આ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી લોકલ ટ્રાન્સમિશનનો કેસ હોવાની શક્યતા ઉપર હાલમાં સ્વાસ્થય વિભાગ કામ કરી રહ્યો છે.
આ પહેલા શનિવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ રોગ બાબતે ગંભીર ચેતવણી આપી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવ્યું હતું કે, 70થી વધુ દેશોમાં સક્રિય મંકીપોક્સ ફાટી નીકળવો એ એક ‘અસાધારણ’ પરિસ્થિતિ છે, જેનાથી હવે વૈશ્વિક કટોકટી જાહેર કરી શકાય છે. મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ભાગોમાં દાયકાઓથી મંકીપોક્સ રોગચાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક કટોકટી જાહેર કરવાનો અર્થ એ છે કે મંકીપોક્સ ફાટી નીકળવો એ ‘એક અસાધારણ ઘટના’ છે, જે વધુ દેશોમાં ફેલાઈ શકે છે અને તેને સંકલિત વૈશ્વિક પ્રતિસાદની જરૂર છે.’ આ પહેલા કોવિડ-19 રોગચાળો, 2014 પશ્ચિમ આફ્રિકન ઇબોલા રોગચાળો, 2016માં લેટિન અમેરિકામાં ઝિકા વાયરસ અને પોલિયોને નાબૂદ કરવાના પ્રયાસ માટે મેડિકલ ઇમરજન્સીની જાહેરાત ડબલ્યુએચઓ દ્વારા કરવામાં આવી હતી. હતી.
ગયા મહિને ડબ્લ્યુએચઓની નિષ્ણાત સમિતિએ જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી મંકીપોક્સ ફાટી નીકળવો એ હજી સુધી આંતરરાષ્ટ્રીય કટોકટી સમાન નથી, પરંતુ પરિસ્થિતિનું પુનઃમૂલ્યાંકન કરવા માટે આ અઠવાડિયે પેનલ બોલાવવામાં આવી હતી. યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, લગભગ મે મહિનાથી અત્યાર સુધીમાં 74 દેશોમાં મંકીપોક્સના 16,000થી વધુ કેસ નોંધાયા છે.જો કે રાહત કહી શકાય તેવી બાબત એ છે કે, આ રોગથી પીડાતા લોકોના એશિયા, અમેરિકા અને યુરોપમાં મોત થયા નથી. અત્યાર સુધી મંકીપોક્સના મૃત્યુ ફક્ત આફ્રિકા ખંડમાં જ નોંધાયા છે, જ્યાં વાયરસનું વધુ ખતરનાક સંસ્કરણ ફેલાઈ રહ્યું છે. નાઇઝિરિયા અને કોંગોમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. મંકીપોક્સ મુખ્યત્વે ઉંદરો જેવા ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓથી લોકોમાં ફેલાય છે.
હજી કોરોના અને ઑમીક્રોને સંપૂર્ણ રીતે દુનિયામાંથી દૂર થયા નથી. તેમજ મેલેરિયા ડેન્ગ્યુ તથા ટાઇફસ પણ સંપૂર્ણતઃ દૂર થયા નથી ત્યાં એક ભયંકર અને ચીતરી ચઢે તેવો રોગ મંકી પોક્સે દેખા દીધી છે. આ રોગનો સૌથી એક કેસ અમેરિકામાં મેસેચ્યુસેટમાં મળી આવ્યો છે તેને કેનેડાથી અમેરિકા આવેલી વ્યક્તિને થયો છે. US સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન આ કેસો વધવાની સંભાવના જોઈ તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંકી પોક્સ અંગે કેટલીક મહત્વની વાત કરી એ તો મેસેચ્યુસેટસમાં રહેતા એક વ્યક્તિ એપ્રિલના અંતે કેનેડા ગઈ હતી ત્યાંથી મેની શરૂઆતમાં પાછા ફરતા તેને આ રોગના લક્ષણો દેખાયા હતા.
આ વર્ષે મંકી પોક્સનો નોંધાયેલો આ સૌથી પહેલો કેસ છે. આ પૂર્વે નાઇજીરીયાની મુલાકાતે ગત વર્ષે ગયેલા ટેક્સાસ અને મેરીલેન્ડની બે વ્યક્તિઓને પણ આ રોગના લક્ષણો દેખાયા હતા. તાજેતરમાં મંકી પોક્સના કેસો યુ.કે. પોર્ટુગલ અને સ્પેનમાં નોંધાયા છે. જો કે, આ કેસોને અમેરિકાના કેસો સાથે કોઈ સંબંધ છે કે નહિ તે જાણી શકાયું નથી. મેસેચ્યુસેટસમાંની વ્યક્તિને આ રોગ દેખાયો છે તે ક્યાં ગઈ હતી તેની તપાસ થઈ રહી છે. મંકીપોક્સને લીધે ૧૦માંથી એક દર્દીનું મૃત્યુ તો થાય જ છે. મંકીપોક્સનો પ્રારંભ ફ્લુ જેવી માંદગીથી થાય છે. લિમ્ફોનોડઝમાં સોજા આવી જાય છે. નાના નાના ઢીમળા દેખાવા લાગે છે. સાથે શરીર આખાની અને મોની ચામડી પણ બરછટ બની જાય છે.
આ રોગના કેસો સૌથી વધુ આફ્રિકામાં નોંધાયા છે. તે ઉંદર કે નાના જીવડાના ડંખમાંથી થાય છે.આ રોગ સમલૈંગિકોમાં તુર્ત જ ફેલાઈ જાય છે તેમજ બાય સેક્સ્યુઅલ્સમાં તે થવાની પૂરી શક્યતા છ. સંવનન દરમિયાન તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરી જાય છે. મંકી પોક્સ તે સ્મોલ પોક્સ (શીતળા) વાયરસ ફેમિલીનો જ રોગ છે. આ રોગ સામે શીતળાની રસી રક્ષણાત્મક ઉપાય છે પરંતુ મંકી પોક્સ દેખાયા પછી પણ ૪ દિવસમાં તે લઈ શકાય છે. દુનિયાના અન્ય જુદા જુદા દેશો કરતાં ભારતની સ્થિતિ થોડી અલગ છે.
તેનું સૌથી મોટુ કારણ છે અહીં વસ્તી એટલું જ નહીં પરંતુ ગીચતા પણ તેના માટે એટલી જ જવાબદાર છે. ભારતની વસ્તી ગીચ હોવાના કારણે અહીં અન્ય દેશો કરતાં સંક્રમણ ફેલાવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. એટલે આ રોગ વધુ ફેલાઇ તે પહેલા જ તેને ડામી દેવા જેવા પગલાં ભારતે અત્યારથી જ ભરવા જોઇએ. કારણ કે, કોરોનાના કમરતોડ મારથી હજી માંડ માંડ કળ વળી છે. ત્યારે હવે મંકી પોક્સનો ખતરો ઊભો થયો છે. કેરેલા સુધી સિમિત આ રોગે દિલ્હીમાં પણ દસ્તક આપી દીધી છે એટલે હવે ખતરો હજી પણ વધી જાય છે. એટલે તેના માટે ભારતે અત્યારથી જ સતર્ક
રહેવું પડશે.