બ્રિટનના (Britain) વડાપ્રધાન (BM) પદ માટે ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ સતત ચર્ચામાં છે. જો તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા તો ઈતિહાસ રચાશે કારણકે એક સમયે ભારતમાં બ્રિટિશ રાજ હતું અને તેઓ એ જ દેશના વડાપ્રધાન બનશે. તો બીજી તરફ ભારતીય મૂળની હુમૈરા ગરાસિયાએ બ્રિટનમાં ઈતિહાસ રચી દીધો છે. 25 વર્ષીય ગાર્સિયા લંડન બરો ઓફ હેકનીની સૌથી યુવા સ્પીકર બની છે. ગરાસિયાનો પરિવાર મૂળ ગુજરાતના વલસાડનો છે અને તેના પિતા નાની ઉંમરે બ્રિટનમાં સ્થળાંતર કર્યું હતું. માત્ર 15 વર્ષની ઉંમરે ગરાસિયાએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે લંડન યુનિવર્સિટીમાંથી બેચલર ઈન પોલીટિકસમાં અભ્યાસ કર્યો છે. ગરાસિયાએ કહ્યું કે “હું સમગ્ર યુકેમાં ભારતીય મૂળની સૌથી યુવા વક્તા/સિવિક મેયર છું અને લંડન બરો ઓફ હેકનીનો અત્યાર સુધીની સૌથી યુવા વક્તા છું,”
સ્થાનિકો અને વિવિધ સમુદાય સાથે મળીને અસામનતાના મુદ્દા સામે લડવા માગુ છું: હુમૈરા
સ્પીકર તરીકે શું કામ કરવું છે એ વિશે વાત કરતાં હુમૈરાએ જણાવ્યું હતું કે, તેઓ “આખા ઉપનગરના આગેવાનો, સ્થાનિકો અને વિવિધ સમુદાય સાથે મળીને અસામનતાના મુદ્દા સામે લડવા માગે છે. સાથે જ જાતિવાદ અને પક્ષપાતની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ઉકેલવા માગુ છું. ઉપરાંત હું સમાજના નબળા વર્ગો અને યુવાનોને સહકાર આપીને તેમને સશક્ત અને સુરક્ષિત હોવાનો અનુભવ આપી શકું તે હેતુ છે.” ઉલ્લેખનીય છે કે, હુમૈરા લંડનમાં જ જન્મી અને ઉછરી છે. હુમૈરાના માતાપિતા આશરે 35 વર્ષ પહેલા લંડન સ્થાયી થયા હતા. હુમૈરા દર વર્ષે પોતાના પરિવાર સાથે લંડન આવે છે.
મે 2022માં ફરી ચૂંટાઈ
હુમૈરા ગરાસિયાએ જણાવ્યું કે હું 21 વર્ષની ઉંમરે વર્ષ 2018માં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હતી અને તે પછી મેં ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તે સમયે હું કાઉન્સેલર તરીકે ચૂંટાયેલી ભારતીય મૂળની સૌથી યુવા રાજકારણી હતી. મે 2022માં હું ફરી એકવાર કાઉન્સિલર તરીકે ચૂંટાઇ છું. લંડનમાં જન્મેલા અને ઉછરેલા ગરાસિયાના માતા-પિતા લગભગ 35 વર્ષ પહેલાં ગુજરાતમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમજ ગરાસિયા દર વર્ષે પરિવાર સાથે વલસાડ આવે છે.