કોરોનાએ કેર વર્તાવ્યો હતો તેને કાબૂમાં લેવા સરકારે યોગ્ય પગલાં પણ લીધાં હતાં. રશિયાએ યુક્રેન પર હુમલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી કર્યોં હતો? દેશના ઉત્કર્ષ માટે વિદેશયાત્રાએ જવું તે શું ભ્રમિક ઈમેજ ઊભી કરવા માટેની દોડાદોડ છે? અને તેમ કરવાથી વિદેશી હૂંડિયામણ વેડફાઈ રહ્યું છે? જરૂર પડે નિકાસ બધી કરવી પડે તો એમાં ખોટું શું છે? શું આ બધું મતબેંક અંકે કરવા તથા અસામાજિક અને આર્થિક ગુનેગારોને પોતાના પક્ષમાં ભેળવવા માટે થાય છે? આવું કરવું તેને એકહથ્થુ શાસન કે સરમુખત્યારી કહી શકાય? આ બધાનો જવાબ ના માં જ આવશે. નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન પોતાની આંતરિક અને બાહ્ય ખોટી નીતિરીતિને લીધે હાલની પરિસ્થિતિમાં મુકાયા છે તે એક નિર્વિવાદ હકીકત છે. જે કોઈ એમ માનતું હોય કે આપણા દેશમાં યોગ્ય પગલાં લેવાતાં નથી તેથી આપણા દેશની પરિસ્થિતિ પણ એ દેશો જેવી થશે તો તે તેમનો ભ્રમ છે. આપણા દેશની પરિસ્થિતિ કયારેય નેપાળ, શ્રીલંકા કે પાકિસ્તાન જેવી નહીં થાય. એ ત્રણેય દેશો ચીન જેવા અત્યંત ખંધા દેશની જાળમાં ફસાયા છે. આપણો દેશ ચીનની જાળમાં કયારેય ફસાઈ નહીં શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેશનો ઉત્કર્ષ શું ગુનો છે?
By
Posted on