બોસ્ટન: યુએસએના (USA) બોસ્ટનમાં એક ટ્રેનમાં (Train) ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ ટ્રેન મિસ્ટિક નદી (River) પરનો પુલ પાર કરી રહી હતી ત્યારે અચાનક ટ્રેનના આગળના ડબ્બાના એન્જિનમાં (Engine) આગ લાગી હતી. આ ટ્રેન સોમરવિલ જઈ રહી હતી. ટ્રેનમાં બેસેલા મુસાફરોમાં ગભરાટ ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. આવી સ્થિતિમાં મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનની ઇમરજન્સી બારીઓમાંથી કૂદવાનું શરૂ કર્યું હતુું.
આ ઉપરાંત ટ્રેનમાંથી એક મોટા ધડાકાઓના અવાજ પણ સવાર યાત્રીઓને સંભળાયો હતો જેના કારણે તમામ યાત્રીઓ ડરી ગયા હતા. ટ્રેન નદીના પુલ પર રોકવામાં આવી હતી તેમજ ટ્રેનના તમામ દરવાજા પણ બંધ હતા. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટના સમયે એક મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું જો કે તેનો સલામત છે. આ ઘટનામાં લગભગ 200 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી તેમજ કોઈ પણ જાનહાની થઈ નથી. પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડેલી મહિલાએ તબીબી મદદ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જણાવી દઈએ કે આ ધટના અંગે ટ્વિટર ઉપર વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક મહિલા પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી નદીમાં ઝંપલાવે છે. જણાવી દઈએ કે ટ્રેન મેસાચુસેટ્સ બે ટ્રાંસપોર્ટેશન ઓથોરિટી (MBTA)ની હતી. MVTAના મેનેજરે જણાવ્યું હતું કે તેઓને આશંકા છે કે ટ્રેનની નીચે લાગેલી મેટલ શીટ વીજળીના સંપર્કમાં આવવાથી ટ્રેનમાં આગ લાગી હશે. દુર્ઘટના પછી વીજળીનો સપ્લાઈ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે પછી ટ્રેનને તપાસ માટે રેલયાર્ડ મોકલવામાં આવી હતી. આગ કઈ રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટના પછી બોસ્ટન મેટ્રો સેફ્ટી સિસ્ટમ પર ધણાં સવાલો ઊભા થયા છે. એપ્રિલમાં એક સ્ટેશનના પ્લેટફોર્મ પર એક વ્યક્તિનું મોત થયું હતું કારણકે તેનો હાથ ટ્રેનના દરવાજામાં ફસાઈ ગયો હતો. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં એક સ્ટેશન પર એસ્કેલેટરમાં ખરાબી આવવાને કારણે 9 લોકો ઘાયલ થયા હતા.