અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આજે ખાનગી હોસ્પિટલના (Private Hospital) 40 હજારથી વધુ ડોક્ટરો (Doctors) હડતાળ (Strike) પર ઉતર્યા છે. અમદાવાદ (Ahmadabad) સહિત રાજ્યની ખાનગી હોસ્પિટલમાં OPD અને ઈમરજન્સી (Emergency) સહિત તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. હોસ્પિટલ નવા ફાયર સેફ્ટી (Fire Safety) અંગે સરકારના નવા નિયમો સામે ખાનગી હોસ્પિટલ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેથી દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડી શકે છે.
અમદાવાદ સહિત રાજ્યભરમા ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ રાખવામાં આવી છે. રાજ્યભરની ખાનગી હોસ્પિટો ઈન્ડિન મેડિકલ એસોસિયેશન દ્વારા હળતાળને સમર્થન આપી રહ્યા છે. તેમજઅમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા પણ હડતાળને ટેકો જાહેર કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવા તેમજ બારીઓના ગ્લાને દૂર કરવા માટે ફાયર વિભાગે હોસ્પિટલોને નોટિસ આપતા ડોક્ટરોમાં નારાજગી હોવાથી 22 જુલાઈએ તમામ ખાનગી હોસ્પિટલમાં બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ એસોશિયનના કહ્યા મુજબ હોસ્પિટલમાં પહેલાથી જ જે દર્દીઓ દાખલ છે તેમની સારવારમાં કોઈ મુશકેલી આવશે નહીં.
રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલો ફાયરના સેફ્ટી અંગે સરકારના નવા નિયમોનો વિરોધ કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રની આશરે 2000થી વધુ હોસ્પિટલે પણ આ હડતાળને ટેકો આપવામાં આવ્યો છે. અત્યારસુધીની હડતાળમાં ઈમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ આજ રોજ ઇમર્જન્સી સારવાર સહિત OPD પણ બંધ રાખવા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી શકે છે. સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી અને OPD સહિતની મેડિકલ સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. તેમજ તમામ ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફને ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓએ સર્જરી કે ઓપરેશન માટે ઈન્શ્યોરન્સ કંપનીનું એપ્રૂવલ લઈ લીધું હોય અને કેટલાક દર્દીની આજે ઓપરેશનની તારીખ નકકી કરવામાં આવી હોય તો આવા કિસ્સામાં હોસ્પિટલની સેવા ચાલુ રાખવામાં આવશે પરંતુ હોસ્પિટિલની રેગ્યુલર સેવા બંધ રહેશે. સુરતની ખાનગી હોસ્પિટલો પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હડતાળને ટેકો આપી રહી છે. તેમજ એસોસિએશનના ડોક્ટર્સ અને સભ્યો આ નિર્ણય અંગે બેઠક પણ યોજવાના છે. આજની બેઠકમાં ફાયર સેફ્ટીનો આ નવો નિયમ હોસ્પિટલો માટે કેટલો ઘાતક પુરવાર થશે તે અંગેની ચર્ચા કરવામાં આવશે. એસોસિએશનના ડોક્ટરોનું કહેવું છે કે, સુરત જેવા શહેરમાં હોસ્પિટલ ચલાલવું પડકારજનક છે. વધુમાં તેમણે કહ્યું કે નવા આદેશ પ્રમાણે ICU અને એનઆઈસીયુ ગ્રાન્ડ ઉપર શરૂ કરવી એ શક્ય પણ લાગતું નથી.