Sports

નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

નવી દિલ્હી: ભારત(India)નાં ગોલ્ડન બોય(Golden Boy) નીરજ ચોપરા(Neeraj Chopra)એ ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics )માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તેનો ગોલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships) માં ઈતિહાસ રચવા પર છે. નીરજે શુક્રવારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાની ઓળખ બનાવી છે. નીરજે તેના પ્રથમ પ્રયાસમાં જ મેન્સ જેવલિન ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. નીરજે 88.39ના થ્રો સાથે ક્વોલિફાય કર્યું છે. ફાઈનલ માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન માટે, ખેલાડીએ ઓછામાં ઓછું 83.50 મીટરનું અંતર કાપવાનું હતું. જ્યારે નીરજે ઘણા વધુ મીટર દૂર થ્રો કરી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ(Final) રવિવારે યોજાશે. જેમાં હવે નીરજનો ગોલ ગોલ્ડ મેડલ(Gold Medal) મેળવવાનો છે.

સૌથી દૂર ભાલો ફેંકી બન્યો વિજેતા
અમેરિકાના ઓરેગોનમાં યોજાયેલી આ ઈવેન્ટમાં કુલ 34 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેને બે ક્વોલિફાઈંગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. આ બે ગ્રુપમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓને ફાઈનલ ઈવેન્ટમાં ભાગ લેવાની તક મળશે. ક્વોલિફિકેશન દરમિયાન નીરજ ચોપરાને ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં ક્વોલિફિકેશન દરમિયાન તેનું પ્રદર્શન અન્ય એથ્લેટ્સ કરતાં ઘણું સારું હતું. ભારતના ગોલ્ડન બોય ઉપરાંત ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકના જેકબ વેડલેજ પણ ફાઈનલ માટે ક્વોલિફાય થયા છે. જેકબે તેના પ્રથમ પ્રયાસમાં 85.23 મીટરના થ્રો સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ઇતિહાસ રચવા પર નીરજની નજર
નીરજની નજર હવે અહીં મેડલ મેળવીને ઈતિહાસ રચવા પર છે. જો નીરજ ચોપરા આ ઈવેન્ટ જીતી જશે તો તે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનાર નોર્વેના એન્ડ્રીસ થોર કિલ્ડસન પછી પ્રથમ પુરુષ ભાલા ફેંકનાર બની જશે. એન્ડ્રીસે આ રેકોર્ડ વર્ષ 2008-09માં કર્યો હતો. આ સાથે જ નીરજ આ ચેમ્પિયનશિપમાં ભારતના 19 વર્ષ બાદ ફરી મેડલ મેળવી નવી ઈતિહાસ બનાવશે. 2003માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે છેલ્લે અંજુ બોબી જ્યોર્જ દ્વારા લાંબી કૂદમાં મેડલ જીત્યો હતો. ત્યારબાદ અંજુ બોબી જ્યોર્જે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નીરજે બે વખત રેકોર્ડ તોડ્યા
નીરજે આ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં બે વખત પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે અને આ સિઝનમાં ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તેમજ તેણે કોર્ટનેય ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

Most Popular

To Top