Charchapatra

કાયદાની આ કેવી વિરોધાભાસી કલમ

હમણાં નજીકના ભૂતકાળમાં ગ્રિષ્મા હત્યા કેસનો ચુકાદો આવ્યો અને તેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. પરંતુ કયા ગુના હેઠળ કઈ સજા થઈ શકે તેનું જે વિવરણ આપવામાં આવ્યું છે તેમાંની એક કલમ નીચે મુજબ છે. ઈ. પી. કો કલમ ૩૦૨ :- મૃત્યુદંડની સજા એટલે આરોપીના ગળે ફાંસો નાખી તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવીને ફાંસીની સજા અને રૂ.૫,૦૦૦/- નો દંડ. દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા. હવે આ કલમ હેઠળ જે આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હોય તેને ફાંસી ક્યારે આપવાની? કારણ તેને ફાંસીની સજા સાથે રૂ.૫,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે અને દંડ નહીં ભરે તો એક વર્ષની સાદી કેદની સજા આપવામાં આવી છે. મતલબ એક વર્ષ સુધી ફાંસીની સજાનો અમલ થઈ ન શકે કારણ ફાંસી આપી દેવામાં આવે તો એક વર્ષની સાદી કેદની સજાનો શું મતલબ રહે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થયા વગર રહે નહીં એવું નથી લાગતું? કાયદાની આ કલમમાં દેખીતો વિરોધાભાસ નજરે પડી રહ્યો છે. આવા વિરોધાભાસી કાયદાની કલમનો શું અર્થ તે સમજી શકાતું નથી.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top