સુરતઃ ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર (Maharastra) અને મધ્યપ્રદેશના (Madhya Pradesh) વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને (Rain) પગલે હથનુર ડેમના 41 ગેટ પૂરેપૂરા ખોલી 1.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી છોડાતાં પાણીનો આવરો આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમમાં આવી પહોંચશે. જેને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સડસડાટ હજી બે થી ત્રણ ફૂટનો વધારો આગામી 24 કલાકમાં થવાની શક્યતા છે. ઉકાઈ ડેમમાં 24 કલાકમાં આશરે બે લાખ ક્યુસેક પાણીની આવક થશેઉકાઈ ડેમમાં 24 કલાકમાં આશરે બે લાખ ક્યુસેક પાણીની આવક થશે
- ડેમની સપાટીમાં વધારો થતા તંત્ર એલર્ટ, ઉકાઇની સપાટી હાલ 327 ફૂટ નજીક પહોંચી
- દેડતલાઈમાં સાડા ચાર ઇંચ, ટેસ્કા, યેરલી, સાગબારામાં બે થી અઢી ઇંચ
- ચીખલધરા, લખપુરી, ભુસાવલ, સાવખેડામાં એક થી દોઢ ઇંચ વરસાદ
- ઉકાઈ ડેમમાં 24 કલાકમાં આશરે બે લાખ ક્યુસેક પાણીની આવક થશે
- હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદી આફતના એંધાણ વર્તાવ્યા
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી આફતના એંધાણ વર્તાવ્યા છે. ત્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ધીમી ધારે સતત પાણીની આવક વધી રહી છે. વિતેલા 24 કલાકમાં ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેશનો પર ભારે વરસાદ નોંધાયો હતો. જેને કારણે ગઈ કાલે મોડી રાત્રે હથનુર ડેમના 41 ગેટ પૂરેપૂરા ખોલી ડેમમાંથી 1.41 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કરાયું હતું. જે આજે સવારે શહેર ઘટાડીને 1.29 લાખ ક્યુસેક કરાયું હતું.
ડેમમાંથી છોડાતું પાણી ઉકાઈ ડેમમાં આવવાનું શરૂ થતા ઉકાઈ ડેમમાં આગામી 24 કલાકમાં બે લાખ ક્યુસેકની આસપાસ પાણીનો જથ્થો આવશે. હાલ ઉકાઈ ડેમમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેમાં આગામી 24 કલાકમાં વધારો થતાં ઉકાઇ ડેમની સપાટીમાં પણ સડસડાટ બે થી ત્રણ ફૂટનો વધારો થવાની શક્યતા રહેલી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 326.76 ફૂટ છે. અને ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવાનું યથાવત રખાયું છે. જ્યારે હથનુર ડેમની વાત કરીએ તો ડેમમાંથી બપોરે 1.29 લાખ ક્યુસેક પાણી છોડવાની સાથે ડેમની સપાટી 209.950 મીટર નોંધાઈ હતી.