વડોદરા: શહેરમાં મગળવારના બપોર બાદ પડેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં મગરોએ દેખા દીધી હતી. જેમાં કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પાસે આવેલ તળાવની પાછળ આવેલ સોસાયટી અને નવલખ્ખીના કુત્રિમ તળાવમાં પણ મગર દેખા દીધી હતી. જયારે વાઘોડિયા વિસ્તારમાં વરસાદી કાસમાંથી મગર નીકળતા સ્થાનીકોમાં ભયનો મહાલો સર્જાયો હતો. વન વિભાગની રેસ્ક્યુ ટીમે સ્થાનિક લોકોની મદદથી કાંસમાંથી સાડા ચાર ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું અને સહી સલામત તે બહાર કાઢ્યો હતો. અને તેને વન વિભાગમાં લઇ ગયા હતા. વરસાદી કાંસમાંથી મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ અને ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
મંગળવારના રોજ પડેલા વરસાદન લીધે વરસાદી કાંસમાં મગર તણાઇને આવ્યો હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું હતું. વડોદરા શહેરમાં અત્યાર સુધી વિશ્વામિત્રી નદીની આસપાસ અથવા તેના સમાંતર તળાવમાં મગર જોવા મળે છે અને રસ્તે આવી પહોંચતા હોવાના બનાવો સામે આવે છે. પરંતુ મંગળવારે જ્યાં તળાવ અથવા વિશ્વામિત્રી નદી પસાર થતી નથી ત્યાંથી મગર દેખા દેતા હોવાની ઘટના સામે આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. જયારે ભરચક ગણતા એવો વિસ્તાર આ વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી પૂજાપાર્ક સોસાયટી પાસેથી થી પસાર થતી વરસાદી કાંસમાં મગર આવી પહોંચતા સ્થાનીકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.