Vadodara

સાવલીના મોકસી ગામે સરપંચ અને દિયરે ભાભીને પીંખી નાખી

સાવલી: સાવલી તાલુકાના મોકસી ગામના સરપંચે પોતાની વિધવા ભાભીને કામ અપાવવાનું બહાનું કરીને ખેતરમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કરતા ભાદરવા પોલીસ મથકે વિધવા ભાભીની ફરિયાદને આધારે આરોપી સરપંચની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સાવલી તાલુકાના મોક્સી ગામના સરપંચ હસમુખભાઈ ગોરધનભાઈ હરીજન રહે મોકસી તાલુકો સાવલી ના એ તારીખ 11 ના રોજ પોતાની સગી વિધવા ભાભી કંપનીમાં સફાઈ કામ કરીને પરત આવતી હતી. ત્યારે પોઇચા ચોકડી બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા સ્કૂટર પર આવીને વિધવા ભાભી ને 3000 રૂપિયા નું નવું કામ અપાવવાનું બહાનું કરીને પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ ગયો હતો.

ત્યારબાદ એક ખેતરમાં લઈ જઈ બંને હાથ પકડીને બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો હતો દુષ્કર્મ બાદ મહિલા બેભાન થઈ જતા મહિલાએ પોતાની નણંદ ની મદદથી સાકરદા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ પરિવારજનોએ હિંમત આપતા રોજ ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભાદરવા પોલીસે મોકસી સરપંચ હસમુખ હરિજનની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો છે ત્યારે સરપંચ જેવા મહત્વના હોદ્દા પર રહીને પોતાની સગી ભાભી પર બળાત્કાર કરવાની ખબર વાયુવેગે પ્રસરી જતા સમગ્ર તાલુકામાં ચાર મચી જવા પામી છે, અને રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.

14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપનારે અપહરણ કરતાં ગુનો નોંધાવા પામ્યો હતો
સાવલી તાલુકાના 14 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જવાના પ્રકરણમાં પિતાની ફરિયાદના આધારે ભાદરવા પોલીસે અપહરણ નો ગુનો યુવક વિરુદ્ધ નોંધીને તપાસ હાથ ધરી છે. સાવલીના મોકસી ગામે રહેતી 14 વર્ષિય સગીરાને સુનિલ ભાઈલાલ વસાવા રહે મહાપુરા તાલુકો સાવલી ના વિરુધ સગીરાના પિતાએ ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તારીખ 8-7 -2022 ના રોજ તેમની સગીરા દીકરી શાકભાજી લેવાનું કહીને ઘરેથી નીકળી હતી ત્યારબાદ ઘરે પરત ન પડતા શોધખોળ આદરી હતી તેવામાં મહાપુરા એક કૂવા પર રહેતા સુનિલ વસાવા પણ ઘરેથી ગાયબ હતો આમ આરોપી સુનિલ વસાવા પોતાના વાલી પણા માંથી પોતાની સગીરા દીકરીને પટાવી ફોસલાવી ને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી જવાની ફરિયાદ ભાદરવા પોલીસ નોંધાવતા ભાદરવા પોલીસે યુવક વિરુધ અપહરણ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top