ગરબાડા: ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે નવીન બનાવેલ ગટર પેહલા વરસાદ માં તૂટી જતાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ. સીમલીયા બુઝર્ગ ગામે ગટર ના કામમાં સરપંચ, તલાટી તેમજ તાલુકા પંચાયતના ઇજનેરની મીલીભગત કરાવવામાં આવેલ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે થોડા દિવસો પહેલા ગટર બનાવવામાં આવી હતી જે કામમાં હલકી ગુણવત્તા વાળી સિમેન્ટ તેમજ મટીરીયલ વાપરવામાં આવતા વરસાદ માં તૂટી જતાં ગટર ની કામગીરી માં ગેરરીતિ સામે આવી હતી.
આ ગટર અગાઉ પણ સામન્ય એવા વરસાદમાં તૂટી જવા પામી હતી જેની રજૂઆત ગરબાડા તાલુકા વિકાસ અધિકારી ને કરાતા તેને રિપેર કરવામાં આવી હતી પરંતુ ફરીથી વરસાદ આવતા આ ગટર ફરી તૂટી જતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલી હતી.
15 થી 20 દિવસ પહેલા જ ગટર બની હતી
આ ગટર બનીને માત્ર ૧૫ થી ૨૦ દિવસ જેટલો સમય થયો છે પરંતુ ગટરનું કામ ગેરરીતિ આચરી એકદમ હલકી કક્ષાના સિમેન્ટ તેમજ મટીરીયલથી કરવામાં આવતા પેહલા જ વરસાદ માં તૂટી જવા પામી છે. -કેશવભાઈ પરમાર:ગ્રામજન