અક્ષય ઓબેરોય જન્મ્યો છે અમેરિકાના ન્યુજર્સીમાં પણ હવે હિન્દી ફિલ્મો અને વેબસિરીઝનો ભાગ છે. ભારતીય મૂળના જે અભિનેતા યા અભિનેત્રી વિદેશમાં જન્મ્યા હોય તે હંમેશા ભારત આવી જવું પસંદ કરતા હોય છે કારણ કે અહીં જ તેમને જો મળે તો વધારે કામ મળી શકે. અક્ષય ઓબેરોયની ‘જુદા હો કે ભી’ફિલ્મ આ અઠવાડીયે રિલીઝ થઈ રહી છે. વિક્રમ ભટ્ટે ઘણા પ્રતિભાશાળીને હીરો યા હીરોઈન તરીકે ચાન્સ આપ્યા છે અને અક્ષય ઓબેરોય તેમાં એક બની જશે. પરંતુ અક્ષયની આ પહેલી ફિલ્મ નથી. 2002માં ‘અમેરીકન ચાઈ’ફિલ્મમાં તે આવ્યો હતો પછી ‘ઈસી લાઈફ મેં’માં સંદીપા ઘર સામે હીરો હતો ત્યાર બાદ તો ‘પિઝા’,‘પિકુ’, ‘ફિતુર’, ‘લાલ રંગ’થી માંડી હમણાંની ‘લવ હોસ્ટેલ’, ‘થાર’સહિતની ફિલ્મો આવી છે.
બધામાં તે હરો ન હોતો પણ ‘જૂદા હો કે ભી’માં તે હીરો છે. ‘દિલ હે ગ્રે’, ‘વર્ચસ્વ’‘ગેસ લાઈટ’તેની આવી રહેલી ફિલ્મ છે. ‘જૂદા હો કે ભી’એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે જેમાં તેની સાથે એન્હિતા રે કામ કરી રહ છે. આ ફિલ્મ મહેશ ભટ્ટે લખી છે અને વર્ચ્યુલ પ્રોક્શન સ્ટૂડિયોમાં અવાસ્તવિક એંજિન ટેક્નોલોજીથી પૂર્ણપણે ફિલ્માવાયેલી હોય એવી ભારતની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ એક જૂદો અનુભવ કરાવશે. વિક્રમ ભટ્ટ હોરર ફિલ્મ બનાવે ત્યારે તેમાં જૂદા વિષય અને ટેકનીક ઉમેરે છે. મહેશ ભટ્ટ પણ કહે છે કે નવી પેઢીના પ્રેક્ષકને તમે જૂની પેઢીની વાર્તા અને ટેક્નોલોજીથી ખુશ ન કરી શકો.
અક્ષય પણ કહે છે કે તેના માટે આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ એકદમ સંતોશજનક ને ઉતેજક છે. આમાં પ્રેમ અને ભયની કહાણી છે. ‘દિલ હે ગ્રે’માં ઉર્વશી રૌતેલા સાથે કામ કરતો અક્ષય હવેની દરેક ફિલ્મે પોતાને નવી રીતે જોઈ રહ્યો છે. અક્ષય ઓબેરોય અત્યાર સુધીમાં 14 જેટલી વેબસિરીઝમાં કામ કરી ચુક્યો છે અને તેમાં ‘ઈલિગલ’,‘હાઈ’,‘દિલ બેકરાર’,‘ઈન્સાઈડ એજ’વગેરે છે. તે શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરતો રહે છે. મૂળ વાત એ છે કે તે નિષ્ફળ જવાથી ડરતો નથી એટલે અભિનયનાં પ્રયોગ કરી શકે છે. •