જિંદગીની વાસ્તવિકતા સમજાવતો એક ટુચકો વાંચવામાં આવ્યો, જે એવું કહેવા માંગે છે કે કોઈની જિંદગીનો કોઈ ભરોસો હોતો નથી. કોણ, ક્યારે આ દુનિયામાંથી વિદાય લેશે તે કોઈ કહી શકે તેમ નથી. એ ટુચકામાં જે જણાવ્યું છે તે પ્રમાણે 2 ક્રિકેટરસિયા મિત્રો હતા. તેમાંથી એક મરણપથારી પર હતો. તેના મિત્રે તેને કહ્યું કે તું મૃત્યુ પામે પછી સપનામાં આવીને મને કહેજે કે સ્વર્ગમાં ક્રિકેટ છે કે નહીં? મૃત્યુ પામ્યા પછી થોડા દિવસ પસાર થયા બાદ ખરેખર મૃત્યુ પામેલ મિત્ર જીવિત મિત્રના સપનામાં આવ્યો અને કહ્યું મારી પાસે 2 સમાચાર છે. એક સારા અને એક ખરાબ. પહેલાં કયા સમાચાર કહું? મિત્રે કહ્યું, ‘પહેલાં સારા સમાચાર કહે.’ તો મિત્રે કહ્યું, ‘સાંભળ, સારા સમાચાર એ છે કે સ્વર્ગમાં ક્રિકેટ છે.’ એટલે જીવિત મિત્રે પૂછ્યું, ‘ખરાબ સમાચાર શું છે?’ તો સપનામાં આવેલા મિત્રે જવાબ આપ્યો કે ખરાબ સમાચાર એ છે કે કાલની મેચમાં તું સિલેક્ટ થયો છે. ક્રિકેટની રમતને અનુલક્ષીને એક ટુચકારૂપે જિંદગીની અનિશ્ચિતતા અંગે કહેવાયેલી આ વાતમાં ઘણું
તથ્ય છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જિંદગીનો કોઈ ભરોસો હોતો નથી
By
Posted on