Gujarat

ભારે વરસાદનાં પગલે રેલ્વે વ્યવહારને અસર, ટ્રેનો ૮ કલાક સુધી મોડી પડી

સુરત: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદના લીધે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની ટ્રેનો જે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ દેશના અન્ય રાજયમાં જતી ટ્રેનો તેના નિર્ધારિત સમયથી સાત કલાકેથી લઈને ત્રણ કલાક સુધી મોડી દોડી રહી છે જેમાં દેશની સૌથી ફાસ્ટ ટ્રેન તેજસ નામથી રાજધાની એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. તે આજે બે કલાક 50 મિનિટ અને ઓગસ્ટ ક્રાંતિ તેજસ એક્સપ્રેસ ચાર કલાકને 40 મિનિટ મોડી પડી હતી. છેલ્લા બે દિવસથી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ઉત્તર ભારત તરફ વરસાદના અનુલક્ષીને મોટાભાગની ટ્રેનો તેના નિર્ધારિત સમયથી તે અડધો કલાકથી લઈને સાડા સાત કલાક સુધી મોડી દોડી રહી છે.

આ ટ્રેનો ચાલી રહી છે લેટ
મુંબઈ તરફ જતી મોટાભાગની ટ્રેનો તેના નિર્ધારિત સમયથી એક કલાકથી 7:30 કલાક સુધી મોડી ચાલી રહી છે જેની અંદર મુંબઈથી દિલ્હી તરફ જતી રાજધાની તેજસ ફાસ્ટેસ એક્સપ્રેસ ટ્રેન આજે બે કલાક 50 મિનિટ મોડી પડી હતી. મુંબઈથી ગાંધીનગર તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ સાત કલાકને 45 મિનિટ મોડી પડી, મુંબઈ થી નિઝામુદીન તરફ જતી ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ 4 મિનિટ મોડી ચાલી રહી છે. મુંબઈથી અમૃતસર તરફ જતી ગોલ્ડન ટેમ્પલ ચાર કલાકના દસ મિનિટ, મુંબઈથી જયપુર તરફ જતી જયપુર સુપરફાસ્ટ ચાર કલાકના છ મિનિટ, મુંબઈ થી ન્યુ દિલ્હી તરફ જતી દુરંતો એક્સપ્રેસ એક કલાકે મોડી ચાલી રહી છે. એના કુલંબી અજમેર તરફ જતી મેરુસાગર એક કલાક ૩૫ મિનિટ, મુંબઈથી ઇન્દોર તરફ જતી અવંતિકા એક્સપ્રેસ બે કલાકે 20 મિનિટ તેમજ મોટાભાગની બોમ્બે તરફથી આવતી ટ્રેનો આજે તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી હોવાનો પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

ટ્રેન લેટ થતા મુસાફરોને ભારે હાલાકી
એક તરફ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઇને પશ્ચિમ રેલવેમાં મોટાભાગની ટ્રેનો લેટ થતા પેસેન્જરોમાં ભારે હાલાકી સામનો કરવો પડ્યો છે મોટાભાગના રેલવેમાં યાત્રી કરતા મુસાફરોની હાલત ભારે કફોડી થવા પામી છે જેને લઈને રેલવેને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે મોટાભાગની ટ્રેનો મોડી પડવાના લીધે કેટલા રેલવે યાત્રીઓએ પ્રી રિઝર્વેશ-ટિકિટ કેસલ કરી હોવાનો પણ જાણવા મળ્યું છે પશ્ચિમ રેલવેની મુંબઈ તરફથી ઉપડતી મોટાભાગની ટ્રેનો મોડી પડી રહી છે.

Most Popular

To Top