સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ખાતે છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.ગ્રામ પંચાયત દ્વારા નિયમિત સફાઈના અભાવે ગંદકી અને ગેસ ની પાઇપ નાખ્યા પછી કિચડનું સામ્રાજ્ય ફેલાઈ જવા પામ્યું છે.અર્બન બેંકની સામે આવેલી ખુલ્લી જગ્યામાં એઠવાડ સહિતની કચરો ઠલવાતો હોવાને કારણે માથું ફાડી નાખી તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે.
ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક પંચાયતના જવાબદારો કોઇ પગલા લેશે કે પ્રજા ઉગ્ર રજુઆત કરવા આગળ આવુ પડસે કારણેકે આ બાબતે સેવાલિયાના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.સેવાલિયાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કાદવ કીચડ અને ગંદકીના ઢગ ખડકાઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે આ મામલે ગ્રામ પંચાયત દ્વારા કડકાઈ દાખવીને ખુલ્લામાં કચરો અને એઠવાડ ઠાળવાનારાઓ સામે કાર્યવાહી કરીને અને નિયમિત સફાઈ કરાવવામાં આવે તેવી માંગ રહીશોમાં ઉઠી રહી છે.